મોરબીની ગૌશાળાના નામે ફાળો ઉઘરાવી છેતરપિંડી કરવા બદલ 12 સામે ફરિયાદ

Short Description :
રકમ ઉઘરાવી ખોટી પહોંચ વોટ્સએપમાં મોકલી
Select Priority :
Slider

મોરબીની યદુનંદન ગૌશાળાના નામે બમ્પર ડ્રોની જાહેરાત કરી યુપીઆઈ મારફતની રકમ મેળવી ખોટી પહોંચો મોકલી નાગરિકો સાથે ઈનામી ડ્રોની લાલચ આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે.

ગૌશાળાના નામે બમ્પર ડ્રોની સોશ્યલ મીડીયામાં જાહેરાત કરી લોકો પાસેથી રકમ ઉઘરાવાઈ

મોરબી યદુનંદન ગૌશાળા સામે રહેતા વિમલ જયસુખભાઈ ત્રિવેદીએ ૧૨ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીઓએ મોબાઈલ નંબર અને યુપીઆઈ આઈડી ધારકોએ યદુનંદન ગૌશાળા સમિતિ બમ્પર ડ્રોની જાહેરાત કરતુ પેજ અલગ અલગ નંબરથી ફેસબુકમાં અપ્લોડ કરી ઠગાઈ કરવાના ઈરાદે વિવિધ યુપિઆઈ મારફત રૂા. ૯૨૯૫ની રકમ અલગ અલગ લોકો પાસેથી મેળવી લીધી હતી.

તેને ખોટી પહોંચો (ટીકીટ) વ્હોટસએપ પર મોકલી ખોટા રેકોર્ડનો ખરા તરીકે ઇલેક્ટ્રિક રેકોર્ડનો ઉપયોગ કરી ઈનામી ડ્રોની લાલચ આપી ફરિયાદી વિમલભાઈ સહિતનાઓ સાથે છેતરપીંડી આચરતા ફરિયાદ નોંધાવી છે. સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ | ચલાવી છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates