અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી જિલ્લામાં તા. 2 ના માવઠાની આગાહી
એક તરફ દેશની પડોશમાં પશ્ચિમ ઈરાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે સર્જાયું છે અને તા.૧ના પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, ઉપરાઉપરી બે પશ્ચિમી વિક્ષોભની અસર તળે ગુજરાત સહિસ્ટઅનેક રાજ્યમાં ગુજરાતમાં અમરેલી, ભાવનગર, નવસારી જિલ્લામાં તા.ર1 અને ૩ ફેબ્રુઆરીએ છૂટાચવાયા હળવા માવઠાની આગાહી આજે જારી કરાઈ છે.
મહાકુંભ મેળાના સ્થળ પ્રયાગરાજ વિસ્તારમાં ધુમ્મસ સાથે ઠંડી રહેશે
રાજ્યમાંથી હજારો લોકો પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભમેળામાં જઈ રહ્યા છે જે માટે મૌસમ વિભાગે જારી કરેલા પૂર્વાનુમાન મૂજબ ત્યાં સવારે ૧૦ સે. તાપમાને ઠંડીની સાથે ધુમ્મસ રહેવાની શક્યતા છે જ્યારે મહત્તમ તાપમાન ૨૭ સે. આસપાસ રહેશે અને દિવસે એકંદરે સૂર્યપ્રકાશિત હવામાન રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ઠંડીમાં ઘટાડોઃ તાપમાન ૧૩-૧૪ સે.ઉપર પહોંચ્યું, રાજકોટ, ભૂજ, મહુવામાં બપોરે પારો ૩૪ સે.ને પાર થઈ ગયો
દરમિયાન ગુજરાતમાં આજે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને તાપમાન ૧૩-૧૪ સે.ની ઉપર પહોંચી ગયું હતું. કેશોદમાં ૧૩.૧, રાજકોટ,નલિયા, અમરેલી, દિવ, મહુવા, ડીસામાં १४, ગાંધીનગર, પોરબંદર ૧૫, વડોદરા, કંડલા, વલ્લભવિદ્યાનગર ૧૯, અમદાવાદ, સુરત, ભાવનગર, દ્વારકા, સુરેન્દ્રનગર ૧૭ અને વરવાળી સૌથમાં ૧૮ સે. અને ૨૦.૯ સે.એ પહોંચ્યું હતું અને ઠંડીમાં ઘટાડો થયો હતો. તો બપોરના સમયે રાજકોટ, ભૂજ અને મહુવામાં તાપમાનનો પારો ૩૪ સે.ને પાર થયો હતો અને અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ ૩૪ સે. તાપમાન દિવસે ગરમીનો અહેસાસ થયો હતો.