3750 કિલો ગોળ સડેલો ઠર્યો, દારૂ બનાવવા મંગાવાયાની શંકા

Short Description :
બારવણ ચોકડી પાસેથી એક મહિના પહેલા પકડાયેલો
Select Priority :
Slider

રાજકોટના એરપોર્ટ પોલીસ દ્વારા ગત તા.૧૬-૧૨- ૨૦૨૪ના શહેરથી ૨૨ કિ.મી. દૂર બારવણ ચોકડી પાસે ટ્રકને અટકાવીને ૨૫ કિલોના : એક એવા ૧૫૦ ડબ્બા શંકાસ્પદ ગોળ સાથે વાહન મળીને ૪.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જે ગોળ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક મહિને આવેલા રિપોર્ટ મુજબ તે સડેલો, અખાદ્ય ઠરતા આજે ગુનો નોંધાયો છે. આ ગોળ દેખીતો જ ખાવાલાયક નથી અને અત્યંત દુર્ગંપયુક્ત હતો જે દેશી દારૂ બનાવવા મંગાવ્યાની શંકાના આધારે તે દિશામાં પી.આઈ ઈલાબેન સાવલિયાના માર્ગદર્શનમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

એરપોર્ટ પોલીસ ૧ લાખનો ગોળ સહિત ૪.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, એફ.એસ.એલ.નો રિપોર્ટ આવતા બે શખ્સો સામે કાર્યવાહી

એરપોર્ટ પોલીસના સૂત્રો અનુસાર પાસપરમીટ કે આધાર વગેર આ ગોળ લઈને વાહન નં.જી.જે.૦૩-બીવાય- ૬૯૭૭ નીકળતા તેને અટકાવતા અખાદ્ય સડેલો ગોબનો જથ્થો મળી આવતા રૂા. ૧.૦૫ લાખનો ગોળ અને રૂ।.૩.૫૦ લાખનો ટ્રક કબજે કરાયા હતા.

હવે એફ.એસ.એલ.નો રિપોર્ટ આવતા આ અંગે અશોક લાખાભાઈ ચાવડા (રહે.યુનારાવાડ ચોક, થોરાળા પોલીસ મથક સામે શેરી રાજકોટ) અને સતીષ ત્રિકમદાસ તનીયા (રહે.જંક્શન પ્લોટ શેરી નં.૧૨, ડાયનીંગ હોલ સામે, રાજકોટ) વિરુધ્ધ પ્રોહી.એક્ટ મૂજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં દેશીદારૂના અસંખ્ય કેસો થતા હોય છે અને આ દારૂમાં અખાઘ, સડેલી ગંધાતી વસ્તુઓનો ઉપયોગ કરાતી હોય છે જે અન્વયે પોલીસે હવે દારૂ ઉપરાંત દારૂ બનાવવા ઉપયોગમાં લઈ શકાય તેવા કાચા માલની ઘેરાફેરી ઉપર પણ નજર દોડાવીને કાર્યવાહી હાથ પરી છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates