ગુજરાત રાજ્યમાં જીરુનું 3.66 લાખ ટન ઉત્પાદન થશે, યાર્ડમાં આવક શરુ
સૌરાષ્ટ્રમાં રવી સીઝનના એટલે શિયાળામાં ઉગાડેલા કૃષિપાકની બજારમાં એક પછી એક આવક શરુ થઈ રહી છે અને હવે જીરુની આવક શરુ થઈ છે. ગુજરાતમાં આ વર્ષે જીરુનું ૩.૯૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.
ગત વર્ષે ૫.૬૧ લાખ હેક્ટર અને આ વર્ષે ૪.૮૮ લાખ હેક્ટરમાં જીરુનું વાવેતર કરાયું છે. ગત વર્ષે ૪.૧૮ લાખ ટન અને આ વર્ષે ૩.૯૬ લાખ ટન પાકનો અંદાજ છે. એક સમયે જીરુના ભાવ આસમાનને આંબ્યા બાદ માર્કેટ લેવલમાં આવ્યા હતા.
રાજકોટ યાર્ડમાં પ્રતિ મણ રૂ।.૪૩૦૦ સુધી મળતા ભાવ એકંદરે મળતા રહે તેવી શક્યતા
રાજકોટ બેડી યાર્ડમાં જીરુની આવક વધીને આજે ૮૪૦ કિવન્ટલ નોંધાઈ છે અને પ્રતિ ૨૦ કિલો જીરુના રૂા.૪૦૧૦થી ૪૨૮૪ના ભાવ ખેડૂતોને મળ્યા હતા. ગઈકાલે જામકંડોરણાથી યાર્ડમાં પ્રથમવખત જીરુની આવક થતા ખેડૂતને મણના ચૂકનના રૂા.૯૯૯૯ ભાવ ચૂકવાયા હતા. ભારત વિશ્વભરમાં સૌથી વધુ જીરુ પકવે છે અને ગુજરાતમાં ઉંઝા તેના વેચાણ માટે મોટુ કેન્દ્ર ગણાય છે.