તુવેર દાળમાં કિલોએ રૂ. 40 થી 50 નો ઘટાડો, કઠોળ પણ સસ્તા

Short Description :
રાજ્યમાં આ વર્ષે તુવેર ઉત્પાદન 31000 ટન વધી 3.22 લાખ ટન
Select Priority :
Slider

ગુજરાતીઓની દાળ, ભાત, શાક,રોટલીની પરંપરાગત થાળીમાં દાળ એટલે તુવેરદાળ એવો અર્થ જ હોય તેમ વ્યાપક રીતે વપરાતી હોય છે. માંગની સાપેક્ષે ઉપલબ્ધતામાં વધારાના તેમજ આ વર્ષે ગુજરાતમાં ઉત્પાદનમાં વધારાના અંદાજોના પગલે તુવેર દાળનો ભાવ સ્થાનિકે છૂટકમાં પ્રતિકિલો રૂ. ૧૯૦- ૨૦૦ને પાર થયો હતો તે હવે રૂ. ૧૪૦ના આસપાસના ભાવે સારી ગુણવત્તાની મળે છે. વેપારી સૂત્રોએ જણાવ્યું કે આશરે રૂ.૪૦નો પ્રતિ કિલો ઘટાડો થયો છે.

માર્કેટ યાર્ડમાં સપ્ટેમ્બરમાં ૧૬૦૦-૨૨૦૦ના ભાવ હવે ઘટીને ૧૨૪૦-૧૬૪૦, ચણા, સોયાબીન પણ સસ્તા થયા

રાજકોટ પાર્કમાં સપ્ટેમ્બરમાં તુવેરદાળ પ્રતિ મણ રૂા.૧૬૦૦થી ૨૨૦૦ના આજે તે પક્ષીને રૂ.૧૨૪૦-૧૯૪૦ના રેન્જમાં ભાવ મળે છે. ગત જાન્યુઆરીમાં પણ ભાવ રૂ. ૧૭૦૦થી ૨૨૦૦ રહ્યા હતા જેની સાપેક્ષે આ જાન્યુઆરી માસમાં પ્રતિ મણ રૂા.૫૦૦થી ૬૦૦ ઓછા ભાવ છે અને એકંદરે ૩૦ ટકા જેવો ઘટાડો તાજેતરમાં જ નોંધાયો છે.

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪માં ૨.૯૧ લાખ ટન તુવેરનું ઉત્પાદન થયું હતું જે આ વર્ષે વાવેતર વધીને ૨.૯૬ લાખ હેક્ટરમાં થતા ઉત્પાદન વીરે ૩.૨૨ લાખ ટનનો અંદાજ છે. પ્રતિ લેક્ટરે સામાન્ય રીતે ૧૨૦૦ કિલોથી વધુ તુવેરદાળનો પાક થતો હોય છે.

દાળ ઉપરાંત મગના ભાવ પણ સ્થિર છે અને ચણા, સોયાબીનના મબલખ ઉત્પાદન સાથે તેના ભાવ પણ આંશિક થટયા છે. આમ, એકંદરે રસોઈમાં કઠોળ સસ્તુ થયું છે. જો કે અનાજમાં બાજરીસિવાય ધંઉં, જુવારના ભાવ ઉંચા રહ્યા છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates