કેન્દ્ર સરકાર 14 ફેબ્રુઆરીએ ખેડૂત નેતાઓ સાથે મંત્રણા કરવા તૈયાર
ચંડીગઢમાં ૧૪ ફેબ્રુઆરીએ ખેડૂતોની માંગ અંગે ચર્ચા નેતાઓએ જણાવ્યું છે કે અમારા માટે આ મોટો વિજય નથી પણ કરવા કેન્દ્ર પાસેથી આમંત્રણ મળ્યા પછી પંજાબના ખેડૂત અમને બંધ દરવાજો ખોલવામાં સફળતા મળી છે.
આ મોટો વિજય નથી પણ કેન્દ્ર મંત્રણા માટે સંમત થતાં અમને બંધ દરવાજો ખોલવામાં સફળતા મળી છે : ખેડૂત નેતાઓ
ખેડૂત નેતાઓએ વધુમાં જણાવ્યું હતું. કે અનશન કરી રહેલા ખેડૂત નેતા જગજિત સિંહ ડબ્લેવાલ અંત સુધી મેડિકલ સહાય લેવાનો ઈનકાર કરી રહ્યાં હતાં પણ જ્યારે ખેડૂત નેતાઓએ તેમને વિનંતી કરવાનું ચાલુ રાખ્યુ તો તેમણે ઉદાસી સાથે જણાવ્યું હતું કે તમને જે યોગ્ય લાગે તે કરો. સમગ્ર સ્થિતિની સમીક્ષા કર્યા પછી ખેડૂત નેતાઓએ નિર્ણય લીધો છે કે ડવાલને મેડિકલ સહાય આપવાનું શરૂ કરવામાં આવે.
ખેડૂત નેતા કાકા સિંહ કોત્રાએ જણાવ્યું છે કે અમે એમ કહી શકીએ નહીં કે આ મોટો વિજય છે પણ અમે કહી શકીએ કે અમે એક પગલું આગળ વધ્યા છીએ. અમે બેઠક ગોઠવવામાં સફળ રહ્યાં છીએ અને અમે બંધ દરવાજો ખોલવામાં પણ સફળ રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે શનિવારે કૃષિ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પ્રિય રંજનના નેતૃત્ત્વમાં ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ડેલિગેશન ડલેવાલ અને સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિઓ (બિન રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાના પ્રતિનિધિઓને મળ્યું હતું અને ૧૪ ફેબ્રુઆરીએ મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. મંત્રણાની જાહેરાત પછી ડલ્લેવાલે મેડિકલ સહાય લીધી હતી. ડલ્લેવાલે મેડિકલ સહાય લઈ લેતા તેમની સાથે અનશન પર બેસેલા ૧૨૧ ખેડૂતીના જૂથે પણ અનશન સમાપ્ત કર્યા છે.
આ ખેડૂતોએ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મનદીપ સિંહ સિધુ અને પતિયાલા સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ નાનક સિંહની હાજરીમાં જયુસ પીને અનશનનો ત્યાગ કર્યો હતો