જસદણના ખાંડા હડમતીયા ગામે એસઓજી ટીમનો દરોડો

Short Description :
લોનના હપ્તા નહીં ભરી શકતા ખેડૂતે આર્થિક ભીંસમાં ગાંજાનું વાવેતર કર્યું
Select Priority :
Slider

જસદણના ખાંડા હડમતીયા ગામે એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યાની બાતમી મળતા ગઈકાલે સાંજે રાજકોટ રૂરલ એસઓજી ટીમે દરોડો પાડયો હતો. .જ્યાં તપાસ કરતા બે કિલોથી વધુના ગાંજાના ૩૦ જેટલા છોડ મળી આવવાથી ખેડૂતની ધરપકડ કરીને પુછતાછ કરતા લોનના હિપ્તા નહીં ભરી શકતા આર્થિક ભીંસ આવી જવાથી ગાંજાની ખેતી શરૂ કરી હોવાની કબૂલાત આપી હતી.

વાડીમાં કપાસના પાકની વચ્ચે વાવેલા ૨ કિલો ૪૧૬ ગ્રામ ગાંજાના ૩૦ છોડ સાથે ખેડૂતને ઝડપી લઈને ગુનો દાખલ કર્યો

વિગત મુજબ રાજકોટ રૂરલ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, ખેડૂત ખોડા વાઘજી રોજાસરાએ ખાંડા હડમતીયા ગામની ઉગમણી સીમમાં પોતાની વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. જેથી એસઓજીએ ને તુરત દરોડો પાડયો હતો. જ્યાં વાડીમાં કપાસના પાક વચ્ચે ગાંજાના ઉભા છોડીને મળી આવ્યા હતા. દોઢથી બે ફૂટના ૩૦ છોડ જપ્ત કરીને વજન કરતા ૨ કિલો ૪૧૬ ગ્રામ થયો હતો. જેની કિંમત રૂા.૨૪,૧૬૦ ગણીને જસદણ પોલીસ મથક ખાતે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી ખેડૂત ખોડા રોજાસરા (ઉ.વ.૪૦)ની ધરપકડ કરવામાં આવી હતી.

બાદમાં ખેડૂતની પૂછપરછમાં ખુલ્યું કે, તેણે કાચા જુના મકાનમાંથી પાક્કું મકાન બનાવવા બેંકમાંથી લોન લીધી હતી, પરંતુ તેમાંથી મકાનનું કામ પૂરૂ થયું નહોતું અને લોનના હપ્તા પણ ચડવા લાગ્યા હતા. જેથી આર્થિક સંકળામણ આવી જતાં મકાનનું કામ પૂર્ણ કરવા અને લોનના હપ્તા ભરવા માટે ઝડપથી પૈસા કમાવવા ગાંજાનું વાવેતર કર્યું હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે વધુ કાર્યાવાહી હાથ ધરી છે.

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates