ડાંગના પૂર્વપટ્ટીના સરહદીય ગામોમાં કમોસમી વરસાદઃ ખેતીપાકને નુકસાન

Short Description :
વાદળછાયા વાતાવરણથી જિલ્લામાં શીતલહેર
Select Priority :
Slider

ડાંગમાં વાદળછાયા વાતાવરણથી શીતલહેર વ્યાપી જવા પામી હતી. શુક્રવારે જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારનાં ચીંચલી સહિત સરહદીય ગામડાઓમાં અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોના પાકોને જંગી નુકસાન થયું હતું.

ચીંચલી સહિતના ગામોમાં અચાનક વરસાદથી ખેડૂતોમાં દોડધામ

ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, વઘઇ અને સુબિર પંથકના ગામડાઓમાં પાંચેક દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે. આ સાથે ઠંડીનું જોર પણ વધતા શીતલહેર વ્યાપી છે. દરમિયાન શુક્રવારે જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારનાં ચીંચલી સહિત સરહદીય ગામડાઓમાં અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો.

જેથી લોકોમાં દોડધામ થઈ ગઈ હતી. ખેડૂતોનાં શિયાળુ સહિત ફળફળાદી પાકોને જંગી નુકસાન થયુ હતું. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદ્ક બન્યું હતું. પ્રવાસીઓ સહિત સ્થાનિકોએ એખો દિવસ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates