જામનગરના હડમતીયા ગામના ખેડૂત સાથે ગોંડલના વેપારી દ્વારા 6.12 લાખની ઠગાઈ

Short Description :
૪૦૭ મણ કપાસ ખરીદી રકમ ન ચૂકવી
Select Priority :
Slider

જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી રીકામ કરતા એક ક ખેડૂત કપાસના વેચાણના બહાને છેતરપિંડી નો શિકાર બન્યા છે. પ્રતિ વર્ષ કપાસની ખરીદી કરીને લઈ જતા ગોંડલના એક વેપારી રૂપિયા ૬.૧૨.૫૩૫ ની કિંમત નો ૪૦૭ મણ કપાસ ખરીદી બીજા દિવસે પૈસાનું આંગડીયું કરવાનું બહાનું બતાવી રફુચક્કર થઇ ગયા હતા, આજ દિન સુધી રકમ ન ચૂકવતાં ગોંડલના વેપારી સામે ખેડૂતે ને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

કપાસ ખરીદી જથ્થો ટ્રકમાં ભરી બીજા દિવસે પૈસા આંગડિયાથી મોકલવાનું કહી રફૂચક્કર

આ ફરિયાદ અંગેના બનાવની વિગત, એવી છે કે જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સંજયભાઈ સવજીભાઈ ધામેલીયા નામના ૩૫ વર્ષના ખેડૂત યુવાને ગોડલમાં માર્કેટિંગ યાર્ડ પાસે હેતા અને જુદી જુદી ખેત પેદાશની ખરીદી કરતા જીતેન ભાઈ કલાલ નામના વેપારી સામે પોતાની સાથે રૂપિયા ૯,૧૨,૫૩૫ ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી ખેડૂત છેલ્લા કેટલાક વષીથી કપાસ વગેરેની ખેતી કરે છે. અને પોતાના ખેતરમાં તૈયાર થયેલો કપાસનો પાક નો જથ્થો મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કેટલાક વપીથી ગોંડલમાં રહેતા હિતેનભાઈ કલાલ ને વેચાણ કરતા હતા, અને પ્રતિવર્ષ તેમનું વેચાણ કરીને પૈસા મેળવી લેતા હતા. જેથી જીતેનભાઈ સાથે પરિચય થઈ ગયો હતો. દરમિયાન ગત વર્ષે પોતાની વાડીમાં તૈયાર થયેલો કપાસનો જથ્થો તેમજ આસપાસના ખેડૂતો પાસેથી મેળવેલો કુલ ૪૦૭ મણ કપાસનો જથ્થો કે જેની કુલ કિંમત ૬, ૧૨,૫૩૫ થાય છે જે તમામ જથ્થો એક ટ્રકમાં ભરીને જીતેનભાઈ ને આપ્યો હતો, અને જીતેનભાઈ બીજ દિવસે પૈસા નું આંગગડયું કરીને મોકલાવી દેશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો, તેથી ખેડૂત માની ગયા હતા, અને બીજા દિવસે પૈસા ની રાહ જોઈ હતી.

પરંતુ જીતેનભાઈએ પૈસા આપ્યા ન હતા, ત્યારબાદ તેનો સંપર્ક કરતાં તેઓનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો, અને ગોંડલમાં પણ તપાસ કરતાં તેઓ ક્યાંક લાપતા બની ગયા હતા. લાંબો સમય સુધી તેની શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો નહીં મળતાં આખરે વેપારી દ્વારા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates