ઓલપાડના માસમા ગામે બે ફેક્ટરીમાંથી 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો પકડાયો
મલેશિયાથી બનાવટી થી તૈયાર કરવા માટે સામ્રગી મંગાવીને સુરત જિલ્લાના ઓલપાડના માસમા ગામે આવેલી બે ભાઇઓની ફેક્ટરીમાં શુભ બ્રાન્ડ ગાયનું બનાવટી થી તૈયાર કરીને બજારમાં વેચીને લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી રહ્યા હોવાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ મળતા આજે શનિવારે દરોડા પાડયા હતા. અને બન્ને ભાઈઓની ફેક્ટરીમાંથી રૂ.૬૯ લાખની કિંમતની ભેળસેળયુક્ત ઘી- સામગી મળીને કુલ ૨૫ ટનનો જથ્થો સિઝડ કર્યો હતો.
ઓલપાડ-માસમા રોડ પર માસમા ગામની સીમમાં હતી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી બે પેઢી વીર મિલ્ક પ્રોડકટસ અને આર.કે.એન્ટરપ્રાઈઝમાં ભેળસેળયુક્ત શુભ બ્રાન્ડનું ગાયનું ધી બનાવવાનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો હોવાની બાતમી ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઈ આર.બી.વનારને મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે શનિવારે પાડયા હતા. દરોડા દરમિયાન વીર પ્રોડક્ટસમાંથી પ હજાર કિલો ગાયનું, ૨૪૦૦ કિલો બ્રાન્ડ ગાયનું ઘી તથા ૧૪૦ કિલો જેટલો ધીના એસેન્સનો જળો સિઝડ કર્યો હતો.
મલેશિયાથી વેજ ફેટ આયાત કરીને તેમાં ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ ઉમેરીને ઘી તૈયાર કરી શુભ બ્રાન્ડના નામે વેચતા હતા
જયારે બીજી ફેકટરીમાંથી ૧૦૨૦૦ કિલોગ્રામ જેટલો વેજ ફેટ અને ૭ હજાર કિલોગ્રામ જેટલો ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ મળીને બન્ને ફેકટરીમાંથી ૨૫ ટન જથ્થો સિઝડ કર્યો હતો. જેની બજાર કિંમત રૂ.૬૯ લાખ થાય છે. આ ફેકટરી અંગે વીર મિલ્ક પ્રોડકટના માલિક મુકેશ મિલ્ક ઇશ્વરભાઈ ભરતીયાની અધિકારીઓએ પુછપરછ કરતા બીજી ફેક્ટરી પણ તેના ભાઇ રાકેશ ભરતીયા (બંને રહે. વૈષ્ણોદેવી સ્કાય, જહાંગીરાબાદ, જહાંગીરપુરા, સુરત)ની હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ફૂડ એન ડ્રગ્સ કમિશ્નર ડૉ.એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, આ બન્ને ભાઈઓ વેજ ફેટ મલેશિયાથી આયાત કરતા હતા. અને તેમાં ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ અને ધીના એસેન્સનો ઉપયોગ કરી બનાવટી થી બનાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. લેબોરેટરી ના જાય તે માટે કેમિકલનો ઉપયોગ કરતા હતા. હાલ તો એન્ડ બન્ને ફેકટરીમાંથી બનાવટી ધીના પાંચ નમૂના લેવામાં આવ્યા રિપોર્ટ આવ્યા બાદ નિયમોનુસાર આગળની હાથ ધરવામાં આવશે.