સોમનાથ -છારા નવી રેલ્વે લાઈનનાં વિરોધમાં ખેડૂતોની મીટિંગ મળી
વેરાવળ પંથકમાં સોમનાથ કોડીનાર છારા રૂટ પર નવી ઔદ્યોગિક રેલવે લાઈન નાખવાની તજવીજ શરૂ થતાં ભારે વિરોધ થઈ રહ્યો છે. જુદા જુદા ગામોએ ખેડૂતોની બેઠક મળી રહી છે. આજે સુત્રાપાડા તાલુકાનાં વડોદરા ઝાલા ગામે રેલ્વે લાઈન ના વિરોધ માં ખેડુતો ની મીટીંગ મળી હતી જેમાં જમીન સંપાદનનો અને અન્ય બાબતનો વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.
૨૫૦૦ થી ૩૦૦૦ ખેડૂતો -આગેવાનો ઉમટ્યા, ખેડૂતો લડી લેવાના મૂડમાં
આજે મળેલી આ મીટીંગમાં ૨૫૦૦થી ૩૦૦૦ ખેડુતો અને આગેવાનો એકત્ર થયા હતા. નવીઔદ્યોગિક રેલ્વેલાઈનનો જબરદસ્ત વિરોધ કયી હતો. આ નવી ઔદ્યોગિક રેલ્વે લાઇન માટે જમીન નહીં દેશું એવો એકી અવાજે સૂર પ્રગટ થયો હતો. બધા ખેડુતોનો એકજનારો જાનદેગે જમીન નહીંદેંગે. ખેડૂતો અને આગેવાનો કાલે સોમવારે તા.૧૩ના રોજ ગીર સોમનાથ ના કલેકટર અને એસ.પી.ને અરજી આપશે.
ગામે ગામ ગૃપ મીટીંગ કરી બહોળી સંખ્યામાં એકઠા થઈ આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. રેલ્વે | બોર્ડવૈકલ્પિક રૂટવેરાવળ તાલાળા કોડીનાર રેલ્વે લાઈન ચાલુ કરે એવી માગણી ઉચ્ચારી હતી. નવી ઔદ્યોગિક રેલ્વે લાઈનને આ રૂટમાં કન્વેટ કરે એવી માગ કરી હતી જો માન્ય નહી રાખવામાં આવે તો ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.