ઉત્તરાયણની ધાબા પાર્ટી માટે ઉંધિયું સમયસર મેળવવા એડવાન્સ બુકિંગ

Short Description :
બજારમાં શાકભાજીના ભાવો વધતા આ વખતે ઉંધિયાના ભાવમાં પણ 25 ટકાનો વધારો
Select Priority :
Slider

સુરતી વાનગી ઉપિયું ઉત્તરાયણની બીજી ઓળખ બની ચૂકયું છે. મકરસંક્રાતિની મોજ ઉપિયુંઆરોગ્યા વિના અધૂરી રહે છે. સ્વાદના શોખીન સુરતીઓ મકરસંક્રાતિએ પતંગ ઉડાવવાની મજા સાથે ઉધિયું-પુરીની લિજજત માણવા એડવાન્સ બુકિંગ કરાવી રહ્યાં છે. બજારમાં શાકભાજીના ભાવો વધતા આ વખતે કિંમતમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ઉત્તરાયણની પાછા પાર્ટી માટે ઊપયું સમયસર મળી રહે તે માટે સપ્તાહ અગાઉથી એડવાન્સ બુકિંગ જ થવાનું શરૂં થઈ ગયું હતું.

ઉધિયું સુરતીઓના હૃદેપમાં વસ્યું છે. બે દિવસ બાદ ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે. આકાશમાં રંગબેરંગી પતંગ સાથે પાબા પાર્ટી કરવા સુરતીઓ સજ્જ થઈ ચુક્યા છે. પાબા પાર્ટીની શાન સુરતી ઉપિયું વિના અધૂરી હોય છે. આ સુરતી વાનગી હવે સુરત સિવાયના અન્ય શહેરોમાં પણ જાણીતી થઈ ડિમાન્ડને જોતા દુકાનદારો દ્વારા એડવાન્સ ઓર્ડર બુક કરવાના શરૂ થઈ ગયા છે.

સુરતી પરિવારો સિવાય અન્ય લોકોમાં પણ સુરતી ઊંધિયું પુરીનો ક્રેઝ

શહેરમાં અસ્સલ સુરતી ટેસ્ટ માટે જાણીતી સવાસો ૫ વર્ષ જૂની પેઢીના નીતિનભાઈ ભજીયાવાલાએ કહ્યું કે, મકરસંક્રાતિએ ઉધિયું મેળવવા દિવસો અગાઉથી ઈન્કવાયારી શરૂ થઈ ચૂકી છે. હવે સુરતી પરિવારો સિવાય અન્ય લોકો પણ મકરસંક્રાતિએ ઉધિયું મેળવવા લાઈન લગાવી રહ્યાં છે. પાપડી, રિંગણ, બટાકા, શક્કરીયા સહિતના શાકભાજી સાથે સંતુલિત મસાલાનું મિશ્રણ કરી ચટાકેદાર ઊંચયું તૈયાર કરવામાં આવે છે. આ વખતે પોતાની પેઢી દ્વારા ૭૦૦ કિલોથી વધુ ઉઊંપયું મકરસંક્રાતિએ વેચવામાં આવશે. આ સિવાય ઘરગથ્થું ઉધિયું-પુરી, રોટલી કે પરાઠાના ઓર્ડર લેનારાઓની સંખ્યા પણ અનેકગણી છે.

આ વખતે શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવો વધ્યા છે. જેને ધ્યાનમાં રાખી બજારમાં ઉધિયું-પુરીના ભાવમાં ૨૫ ટકાનો વધારો થયો છે. આ વખતે ઉત્તરાયણ પર્વે આ ખાસ વાનગી રૂ.૫૦૦ કિલોના ભાવથી વેચાશે એવું તેમણે ઉમેયું હતું.

હવે સુરતથી દુબઈની ફલાઈટમાં ઊંધિયું- પુરીના પાર્સલ જવા લાગ્યા

ઉધિયું હવે માત્ર સુરતી વાનગી રહી નથી. ઉઊંધયું-પુરીના શોખીન અન્ય સમાજના લોકો હવે ફલાઈટની મુસાફરીમાં ઉધિયું-પુરી પાર્સલ કરીને લઈ જઈ રહ્યાં છે. ખાસ કરીને મુસ્લિમ અને વ્હોરા સમાજના સંખ્યાબંધ લોકો શિયાળામાં મકરસંક્રાતિ પર્વ ઉપરાંત સામાન્ય દિવસોમાં ઉપિયું પાર્સલ કરાવી રહ્યાં છે. સુરતની આ પોતિકી વાનગીનો ટેસ્ટ હવે અરબ દેશના લોકોની જીભે પણ ચઢી ગયો છે. દુબઈમાં રહેતા ગુજરાતી પરિવારો સુરતી ઉધિયું-પુરીની વિશેષ ડિમાન્ડ કરી રહ્યાં છે.

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates