ઊધિયું, જલેબી, ચીકી, ગોળ, સેવ, મેથી અને ડ્રાયફૂટ લાડુ, ઘી અને તેલનું ચેકિંગ
શિયાળાની સીઝન તેમજ ઉત્તરાયણના તહેવારને ખાનમાં રાખી કોર્પોરેશનની ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા વસાણા, ચીક્કી, ઊપિંયુ, જલેબી, સેવ, મસાલા, ગોળ, તેલ કચરિયું વગેરેનું ચેકીંગ કરાયું હતું. તા.૧ થી તા.૧૦ સુધી ૯ મેનુફેકચરીંગ યુનિટો તેમજ ૭૭-દુકાનો, વગેરે સ્થળેએ સઘન ચેકીંગ કરી તપાસ માટે લીધા હતા.
ફૂડ સેફટી વ્હીલ્સ દ્વારા પણ ચેકિંગ
વડોદરા શહેરનાં ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, માંજલપુર, મકરપુરા જીઆઇડીસી, છાણી, સંગમ, કારેલીબાગ, અલકાપુરી, ન્યુસમા રોડ, ગોરવા, દાંડિયાબજાર, બાયેલી રોડ, હાથીખાના, અકોટા, આર.સી.દત્ત રોડ, ઓ.પી. રોડ, ખોડીયાર નગર, ફતેગંજ, સપાજીગંજ, વાઘોડિયા રોડ, હરણી વારસીયા રીંગરોડ, સરદાર એસ્ટેટ, ગોત્રી વગેરે વિસ્તારોમાં ચેકીંગ કરી મેથીના લાડુ, ડ્રાયફ્રુટ લાડુ, સીંગચીકી, માવાચીકી, તલચીકી, મલબારી સેવ, ઝીણી સેવ, લીંબુ મરીસેવ, બેસન, સીંગતેલ, હળદર પાવડર, મરચા પાવડર, જીરૂ, મસાલા, ગોળ, તેલ, પી વિગેરેના નમૂના લીધા છે.
જે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા રાજમહેલ રોડ અને કલાદર્શન ચાર રસ્તા વિસ્તારમાં બે અવેરનેસ પ્રોગ્રામમાં ૧૩૩ ફુડ બીઝનેસ ઓપરેટરોને ટ્રેનીંગ આપી હતી. જેમાં દૂધ અને દૂધની બનાવટો, તેલ, પ્રીપેડ ફૂડ, ચટણી, મસાલા, તેજાના, અનાજ, કઠોળ, ધી, માવો, આઈસક્રીમ, ચાર, કોફી, મપ, ખાંડ, ગોળ વગેરેના ૯૫ નમૂનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કર્યું હતું.