જમીન સંપાદનમાં નવી જંત્રીના દર મુજબ જ વળતર ચૂકવવા માંગ

Short Description :
અસહ્ય વધારાના પગલે ખેડુતો જમીન વેચ્યા પછી પણ બીજી જમીન ખરીદી શકશે નહીં
Select Priority :
Slider

રાજય સરકારે જાહેર કરેલી સુચિત જંત્રીના દરમાં જે તોતિંગ વધારો કરાયો હતો. તે વધારાની અસર ખેડુતો પણ પડી શકે તેમ હોવાથી આજે ખેડુતોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે વધારાની અસર ખેડુતો પર પણ મોટા પાયે થવાની છે. ખેડુત પણ બીજી જમીન ખરીદવી હોય તો ખરીદી શકશે નહીં. અને જમીન સંપાદનમાં પણ નવી જંત્રી મુજબ જ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઇ હતી.

રાજય સરકારે સુચિત જંત્રીના દર જાહેર કરીને વાંધા સુચનો મંગાવવામાં આવ્યા છે. આ વાંધા સુચનો વચ્ચે ખેડુતોને પણ મોટાપાયે અસર થવાની હોય આજે ખેડુત અગ્રણી પરિમલ પટેલ અને અન્યોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે રાજય સરકારે જે જંત્રીના દર જાહેર કર્યા છે. તે મુજબ જંત્રીના દર લાગુ કરવામાં આવે તો હાલમાં ચાલી રહેલ અને અધુરી જમીન સંપાદનની પ્રક્રિયામાં અસરગ્રસ્ત ખેડુતોને નવી જંત્રીના દર મુજબ વળતર ચૂકવવામાં આવે.

કારણકે જંત્રી વધવાની અસર ખેડુતોને પણ મટોપાયે થવાની છે. ખેતી વિષયક જમીન પરની જંત્રીમાં પણ તોતિગ વધારો થયો હોવાથી કોઈ ખેડુત પોતાની આવકમાંથી ખેતીની જમીન ખરીદવા માંગે તો ખરીદી શકશે નહીં. જેથી ખેડુતોને પોતાના સંપાદિત થયેલી જમીનના બદલામાં અન્ય જમીન ખરીદી કરવાની શકિત ધરાવી શકે અને અને બીજી જમીન ખરીદી ખેતી કરી શકે તે માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં નવી જંત્રી મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી | માંગ કરાઈ હતી.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates