આ વર્ષે ગુજરાતમાં ઘઉં, મકાઈ, ચણા, ડુંગળી, બટાટાના મબલખ પાકની ધારણા
રાજ્યમાં અને સમગ્ર દેશમાં આ વર્ષે ઘઉંનું વાવેતર નોષપાત્ર વધ્યું છે, રાજ્યમાં ગત વર્ષે ૧૧.૯૫ લાખ સામે ૧૩,૧૯ લાખ હે.માં ઘઉંના બીજ રોપાયા છે તો ચણાનું વાવેતર પણ ૨.૧૦ લાખ હેક્ટર વધીને ૮.૩૯ લાખ હેક્ટર થયું છે. ઉપરાંત મકાઈનું નોર્મલ વાર્ષિક વાવેતર કરતા ૨૮ ટકા વધ્યું છે અને ડુંગળી-બટાટાનું વાવેતર પણ ગત વર્ષની સાપેક્ષે નોંધપાત્ર વધારા સાથે અનુકુળ હવામાન રહે તેવી આશા સાથે આ વર્ષે આ તમામનો મબલખ પાક મળવાની પારણા બંપાઈ રહી છે.
રવી સીઝનમાં તમાકુનું વાવેતર પણ ગત વર્ષ કરતા ૨૬ હજાર હેક્ટર વધી ગયું, વરિયાળી, લસણ, જુવારનું વાવેતર હજુ મંદ
ડુંગળીની માર્કેટ યાર્ડમાં પોધમાર આવક આવી રહી છે અને આરંભમાં તો ગત વર્ષ કરતા ખૂબ સારા ભાવ મળ્યાહતા. અને હાલ ભાવ નીચા ઉતરીને જળવાયા છે ત્યારે રાજ્યમાં શીયાળામાં દર વર્ષે આ સીઝનમાં સરેરાશ ૭૯ હજાર નેક્ટર સામે અને ગત વર્ષે આજ સુધીમાં ૬૮,૯૩૯ | હૈ. સામે આ વર્ષે વાવેતર ૯૨ હજાર હેક્ટરને પાર થયું છે.
આ ઉપરાંત ઔષધીય પાક પણ વ્યસન માટે વપરાતા તમાકુનું વાવેતર પણ રવી સીઝનમાં સરેરાશ ૧.૩૭ લાખ અને ગત વર્ષે એજ સુધીમાં ૧.૩૨ લાખ હેક્ટર સામે આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે અને ૧.૫૮ લાખ હેક્ટરને પાર થયું છે. જ્યારે વરિયાળી, લસણ, જુવારના વાવેતરમાં સુસ્તી જોવા મળેળે છે તો ધાણા અને જીરુનુ વાવેતર ગત વર્ષોની સાપેક્ષે જળવાઈ રહેશે.
ગુજરાતમાં દિવાળીને સપ્તાહની વાર હતી ત્યાં સુધી વરસાદ વરસતો રહેતા આ વર્ષે વાવણી મોડી શરુ થઈ હતી પરંતુ, ડિસેમ્બરથી વાવેતર વેગવંતુ બન્યું છે અને ગઈકાલ તા.૬ જાન્યુઆરી સુધીમાં ગત વર્ષે ૪૫.૨૦ લાખ હેક્ટર સામે આ વર્ષે ૪૭.૫૫ લાખ હેક્ટરમાં એટલે કે ૨.૩૫ લાખ હેક્ટર વાવેતરમાં વધારો નોંધાયો છે અને હજુ આ આંકડો વધવાની શક્યતા છે. જાન્યુઆરી એન્ડ સુધી રવી સીઝનની વાવણી થતી હોય છે અને તે પહેલા જ રવી સીઝનનું વાવેતર ૧૦૩ ટકાને પાર થઈ ગયું છે.