લાલપુરમાં સરકારી અનાજ, દાળના અડધા જથ્થાનું જ વિતરણ થતાં રોષ

Short Description :
પુરતા પ્રમાણમાં ચણા અને તુવેર દાળ અનાજનું નિયમિત વિતરણ કરવામાં આવતું ન હોવાના આક્ષેર્પો
Select Priority :
Slider

લાલપુરમાં સરકારે પર્યાપ્ત માત્રામાં અનાજ દાળનો જથ્થો મોકલવા છતાં સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને ૫૦% તુવેર દાળ અને ચણાનું વિતરણ થતાં રેશનકાર્ડ ધારકોમાં ભારે રોષ વ્યાપ્યોછે. તુવેરદાળ અને ચણામળતા ન હોવાનો રેશનકાર્ડ ધારકોએ આક્ષેપ કર્યો હતો. સામી બાજુ તુવેરદાળ અને ચણાનો પૂરતા પ્રમાણમાં જથ્થા આવ્યો ન હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.

પંડિત દિન દયાળ સરકારી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા ચણા અને તુવેર દાળ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનું વિતરણ કરવામાં આવતું ન હોવા ના આક્ષેપો ઉઠ્યા છે.તાજેતરમાં અહી સસ્તા અનાજની દુકાનોમાં ૫૦% જ તુવેર દાળ અને ચણા વિતરણ કરવામાં આવતા ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.જયારે લાભાર્થીઓના કહેવા મુજબ તુવેરદાળ અને ચણા ૫૦% વિતરણ કરીને આટલા મોટા પાયે લાભાથીઓને તેમના હક્કથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

ગરીબ લાભાથીઓ ક્યાંક અનાજનહીં મળે તેવા ડરથી તેની સામે ફરિયાદ પણ કરી શકતા નથી. સરકાર તરફથી લાભાથીઓને ઘઉં, ચોખા, ચણા અને તુવેર દાળ આપવામાં આવે છે. દર મહિને મળતા જથ્થામાંથી લાભાથીઓને અનેકવાર આ મહિને દાળ નથી આવી એટલે દાળ નહીં મળે આવું કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારી ગોડાઉનમાંથી પૂરતા પ્રમાણમાં જથ્થો દુકાનદારોને આપવામાં આવ્યો ન હતો. જેને લઈ સરકારી ગોડાઉનના સંચાલકો સામે દુકાનદારોએ ભારે રોષ ઠાલવ્યો હતો. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates