ખેડૂતોને વળતર વગર મનમાનીપૂર્વક પસાર કરાતી સોલાર લાઈન સામે ખેડૂતોમાં આક્રોશ

Short Description :
ખાવડાથી હળવદ- લાકડીયા ૭૬૫ કિલો વોટની હાઈવોલ્ટેજ લાઈનથી રોષ
Select Priority :
Slider

સોલાર કંપની દ્વારા ૭૯૫ કિલો વોટની હાઈ વોલ્ટેજ વીજ લાઈન જે ખાવડાથી હળવદ અને ખાવડાથી લાકડીયા જઈ રહી છે તે લાઈન ખેડૂતોના ખેતરમાંથી ખેડૂતોને કોઈપણ જાતની જાણ કર્યા વગર કે કોઈ પણ વળતર આપ્યા વગર કંપનીની મન માંનીથી પોલીસ પ્રોડક્શન વચ્ચે કામ થાય છે ત્યારે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે વળતર મળે તે હેતુસર ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા તેમજ ભચાઉ તાલુકા દ્વારા આજરોજ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.

ભારતીય કિસાન સંપ કચ્છ જિલ્લાના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ બરાડીયાએ જણાવ્યું હતું કે હવે ખેડૂત ખેતરમાં પણ સુરક્ષિત નથી, સરકારને રાષ્ટ્રનો વિકાસ કરવો હોય માત્ર ખેડૂતોનો ભોગ શા માટે, ખેડૂતોના ખેતરની બાજુમાંથી જ રણ વિસ્તાર છે ત્યાંથી પણ લાઈન નીકળી શકે તેમ છે. માત્ર વિકાસના નામે ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે.

ભુજ તાલુકા પ્રમુખ કાનજીભાઈ ગાગલ ઉપપ્રમુખ મોહનભાઈ વેલાણી, પ્રચાર પ્રમુખ કાંતિભાઈ કાતરીયા, જિલ્લા મહિલા પ્રમુખ વાલુબેન રાબડિયા, શાંતાબેન પટેલ તેમજ લોડાઈ વિસ્તારના સામાજિક અગ્રણીઓ અને અનેક ક્ષેત્રોમાંથી વિવિધ કાર્યકર્તાઓ જોડાયા હતા. ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમારી પ્રલાલી મુજબ વિવિધ કાર્યક્રમો આપવાની ફરજ પડશે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates