ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા બનેલી સુપ્રીમની સમિતિએ પાંચ કરોડ ખર્ચી નાંખ્યા
Short Description :
સુપ્રીમે સપ્ટેમ્બર-૨૦૨૩માં સમિતિ બનાવી હતી
Select Priority :
Slider
પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખાસ તો શંભૂ અને ખનૌરી બોર્ડર આસપાસ થતાં આંદોલન પછી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર-૨૦૨૩માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના પૂર્વ ન્યાયધીશ નવાબ સિંહની આગેવાનીમાં પાંચ સભ્યોની સમિતિબનાવી હતી. સુપ્રીમ કોર્ટે ગઠન કરેલી આ સમિતિમાં નિવૃત્ત ન્યાયધીશ નવાબ સિંહ ઉપરાંત નિવૃત્ત આઈપીએસ ભીએસ સંપૂ કૃષિ એક્સપર્ટ દેવેન્દ્ર શર્મા, અર્થશાસ્ત્રી રંજીત સિંહ અને પંજાય ખેડૂત મજુર પંચના અધ્યક્ષ સુખપાલ સિંહ સભ્ય તરીકે છે.
આ સમિતિ ચંડીગઢ સ્થિત પંજાબ ખેડૂત ભવન અને હરિયાણા નિવાસમાં બેઠકો પોજે છે. એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ સમિતિ ખેડૂત આંદોલનનો ઉકેલ કાઢી શકી નથી, પરંતુ ખર્ચ માતબર થઈ રહ્યો છે. સમિતિએ એક જ વર્ષમાં પાય કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે.
કારણ કે સમિતિના નામે પંજાબ અને હરિયાણા સરકારને અહીં અઢી કરોડ રૂપિયાનું બિલ મોકલાયું છે. હરિયાણામાં ભાજપના નાયબ સિંહ સૈનીની સરકાર છે એટલે આ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ હરિયાણામાં આપના ભગવત માનની સરકાર છે. મિત્ર બઇલ પૂરતું અટકી ગયું છે. પંજાબ સરકારના કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ મોટી રકમ છે એટલે અમે મંજુરી આપી શકીએ નહીં. સીએમ ભગવત માનની ઓફિસમાં બિલ મોકલી દેવાયું છે.
Share :