કઠોળની માંગ વધતાં આયાત બમણી થઈ બ્રાઝીલ, આર્જેન્ટીના તરફ નજર દોડાવાઈ

Short Description :
૨૦૨૨-૨૩માં કઠોળની આયાત ૨૪થી ૨૫ લાખ ટન થઈ હતી
Select Priority :
Slider

દેશમાં વિવિધ દાળ તથા કઠોળ બજારમાં વિદાય લેતા વર્ષમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા હતા. કોરોના કાળ પછી ઘરઆંગણે આરોગ્ય વિષયક સભાનતા વધતાં દેશમાં વિવિધ દાળ-કઠોળની માગમાં વૃદ્ધી થઈ છે જ્યારે સામે સ્થાનિક ઉત્પાદનમાં તેટલા પ્રમાણમાં વૃદ્ધી થઈ નથી તથા આવા માહોલમાં દેશમાં વિવિધ કઠોળની આયાત ઊંચી જતી દેખાઈ છે. ૨૦૨૩-૨૪નાં વર્ષમાં દેશમાં આવી આયાત વધી બમણી થઈ જતાં સરકારી તંત્રમાં પણ ચિંતા દેખાઈ હતી. આ ગાળામાં કઠોળની આયાત વધી ૩ અબજ ૭૦થી ૭૫ કરોડ ડોલરની સપાટીએ ટન પહોંચી હોવાના નિર્દેશો મળ્યા હતા. આવી આયાત વધી ૪૫ લાખ ટનની ઉપર ગઈ છે. વિતેલા વર્ષ દરમિયાન કેનેડા સાથે ભારતના સંબંધોમાં કડવાસ ઊભી થતાં કઠોળની આયાત માટે સરકારે બાઝીલ તથા આર્જેન્ટીના તરફ પણ નજર દોડાવી હોવાનું વૈશ્વિક જાણકારો જણાવી રહ્યા હતા.

દેશમાં કઠોળના ટેકાના ભાવમાં સરકાર વધારો કરતી રહી છે છતાં પ્રતિકૂળ હવામાન તથા વરસાદની અનિયમિત ચાલના પગલે ઘરઆંગણે ઉત્પાદનમાં અપેક્ષીત વૃદ્ધી થતી નથી. દેશમાં ૨૦૨૨-૨૩માં કઠોળની આયાત ૨૪થી ૨૫ લાખ ટનની થઈ હતી તે વિતેલા વર્ષમાં વધી ૪૫ લાખ ટનને આંભી ગયાનું બજારના જામખારોએ જણાવ્યું હતું. બાઝીલ તથા આર્જેન્ટીનાથી અડદ, તુવેર વિ.ની આયાત વધારવા સરકાર પ્રયત્નશીલ જણાઈ હતી. લોકસભાની ચૂંટણી તથા વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના કારણે દેશમાં દાળ કઠોળના ભાવ જાળવી રાખવા સરકાર આયાતી માલોની સપ્લાય વધારવા જેવા પગલાં પણ વિદાય લેતા વર્ષમાં ભરતી જોવા મળી છે. બ્રાઝીલ તથા આર્જેન્ટીના ઉપરાંત મોઝામ્બીક, તાન્ઝાનીયા, મ્યાનમાર વિ. દેશોમાંથી પણ વિવિધ કઠોળની આયાત ભારતમાં વધારવાના પ્રયત્નો સરકારી તંત્ર વિતેલા વર્ષમાં કરતું જોવા મળ્યું હતું. વિવિધ કઠોળની આયાત જકાતમાં પણ સરકારે વ્યાપક રાહતો વિતેલા વર્ષમાં આપી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates