મોસમમાં પલટોઃ યાર્ડમાં કૃષિપેદાશો ઢાંકી દેવા કવાયત,હવે ઠંડી ફરી વધશે

Short Description :
સીસ્ટમ મધ્યભારતથી પસાર થતા સૌરાષ્ટ્રને ઓછી અસર થઈ
Select Priority :
Slider

દેશના અન્ય રાજ્યો સાથે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મૌસમમાં પલટો આવ્યો હતો, છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસ્યાના અહેવાલ છે રાજકોટ, જામનગર સહિતના માર્કેટયાર્ડમાં કિંમતી જણસીઓના ખુલ્લામાં કરાયેલા ઢગલા ઢાંકવા અને કૃષિપેદાશોને છાપરાં નીચે ખસેડવા કવાયત હાથ ધરાઈ હતી તેમજ પાર્કમાં કૃષિજણસીની આવક-જાવક પણ હાલ બંધ કરાઈ છે. આજે હતો પરંતુ, આવતીકાલ રાત્રિથી સીસ્ટમ પસાર થવા સાથે ઠંડીમાં ફરી વધારો થશે.

પાંખા વાદળોનું આવરણ છવાતા સવારે ધૂંધળુ હવામાન સર્જાયું, ઠંડીમાં આંશિક કામચલાઉ ઘટાડો, આજથી આકાશ ફરી સ્વચ્છ થશે

શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાની સાથે રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અને મધ્યપૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર પાકિસ્તાન સુધી વરસાદ લાવે તેવો હવાનો નીચા દબાણનો વિસ્તાર ટ્રોકના પગલે ભારે માવઠાંની સીસ્ટમ દેશમાં સર્જાઈ છે પરંતુ આ સીસ્ટમ ઉત્તર ભારતથી મધ્ય ભારત થઈને દક્ષિણ ભારત સુધી હોય સૌરાષ્ટ્ર સાઈડમાં રહેતા તેની અસર ઓછી થઈ છે છતાં તેની અસર વર્તાઈ હતી. હવામાન ધૂંધળુ બની ગયું હતું. જામનગરમાં વહેલી સવારે ગાઢ પુમ્મસથી વાહનો ચલાવવા મૂશ્કેલ બની ગયા હતા.

પાંખા વાદળોનું આવરણ રચાતા તાપમાનમાં વધારો થયો હતો. રાજકોટ, અમરેલી, કેશોદ જુનાગઢ ૧૪, પોરબંદર, દિવ, સુરેન્દ્રનગર, મહુવામાં ૧૬, વેરાવળ, હારકા, ભાવનગર, ૧૭ સે. સાથે સૌરાષ્ટ્રમાં ઠંડી આંશિક ઘટી હતી. જ્યારે દક્ષિણ- ઉત્તર ગુજરાતમાં સવારનું તાપમાન ૧૯થી ૨૦ સે.એ પહોંચતા કડકડતી ઠંડી ગાયબ થઈ હતી. કચ્છમાં ભુજમાં ૧૨, નલિયા ૧૧ સે.. સાથે ઠંડી જારી રહી હતી. રાજ્યમાં મહત્તમ તાપમાન જો કે ૨૬ સે.આસપાસ રહેતા દિવસે ઠંડા ધ્રુવનો સાથે ઠંડી વર્તાતી હતી. મૌસમ વિભાગ અનુસાર ૨૪ કલાક બાદ તાપમાનમાં રથી ૩ સે.નો ઘટાડો થવા સાથે ઠંડીમાં ફરી વધારો થશે. રવિવારથી ઠંડીનું મોજુ કરી કરી વળે તેવી શક્યતા છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates