જામજોધપુર લાલપુર પંથકમાં અનેક ખેડૂતો પાક નુકસાની સર્વેથી બાકાત

Short Description :
વિપક્ષ ધારાસભ્યે પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું
Select Priority :
Slider

જામજોધપુર અને લાલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ઉભા મોલને મોટું નુકસાન થયું છે. આ માટે અહીં ગ્રામસેવક અને અન્ય અધિકારીઓએ સાથે મળીને સર્વે કર્યો છે આમ છતાં કેટલાય ખેડૂતો સર્વે પ્રક્રિયાથી બાકાત રહી ગયા છે. આ માટે અહીના ધારાસભ્ય લાલપુરમાં પ્રાંત કચેરીએ જઈ આવેદન આપી તમામ ખેડૂતોએ સહાયમાં સામેલ કરવા માગણી કરતું આવેદનપત્ર આપ્યું છે.

એક જ ગામમાં જો નુકસાન ચૂકવાય તો એનો અર્થ જ એવો થાય કે અતિવૃષ્ટિની અસર બધાને થઈ છે.તમામને સહાય ચુકવવા માગણી

ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદથી અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના લીધે જગતના તાતને મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. પાકની નુકસાનીની સામે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી હતી તેમજ ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવવામાં આવ્યો હતો પરંતુ ઘણા ખેડૂતો સર્વેથી બાકાત રહી ગયા હતા. વિસંગતતાઓ એવી હતી ખેડૂતોને પૂરતી માહિતી નહોતી અને એ વખતે સર્વેની ટીમો દ્વારા સર્વે કર્યા બાદ ગામના ઘણા બધા ખેડૂતોના કપાસ અને નુકસાન થયું હોય ગ્રામસેવક તેમના ખેતરે સર્વેમાં પણ આવ્યા હોવા છતાં પણ સર્વેના નામની યાદીમાં તેઓના નામ રહી ગયા છે.

ગામોને ગામ એકમ ગણી તમામ ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવશે એવી વાતો થઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાની મામલે સર્વે પણ કરાયા હતા જે થઈ ગયા ને સાત દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં સરકારદ્વારા બાબતે કોઈ નક્કર કામગીરી કે કરવામાં આવી નથી. હાલ લાખો ખેડૂતો સહાયની રાહમાં છે ત્વરિત નિર્ણય લઈ ખેતી સહાયની રકમ ખેડૂતોને તત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ | આ પત્રમાં કરવામાં આવી છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates