પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક આહારને પ્રાધાન્ય આપવું પડશે
દુનિયાભરમાં ધાર્મિક સ્થાનોનું પ્રમાણ વધ્યું છે છતાં માનવજીવનમાં પ્રસન્નતાનો અભાવ જોવા મળે છે' અહીં ઉમિયાધામ સીદસર ખાતે ગુજરાત રાજયનાં રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતે માઁ ઉમિયાજીનાં પ્રાગ્ટયોત્સવ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધનમાં માતૃશક્તિની વાસના દ્વારા અને શિક્ષણ પ્રકલ્પોના સંકલ્પોથી નવી પેઢી ઉન્નતિ અને પ્રગતિ સાધી આગળ વધી શકશે તેવી લાગણી વ્યક્ત કરી કૃષિ સંમેલનમાં પ્રાકૃતિક ખેતીની સાથે પ્રાકૃતિક આહારની અનિવાર્યતા વિશે રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું.
ઉમિયા માતાજીના પ્રાગટયોત્સવ નિમિતે વેણુ નદીના કાંઠે સહસ્ત્ર દીપ આરતીનો લાભ હજારો ભાવિકોએ લીધો; ગંગા ઘાટ જેવા ભાવસભર દ્રશ્યો સર્જાયા
જામજોધપુર તાલુકાના સીદસર ખાતે વેણુ નદીના કાંઠે ઉમિયાધામના આંગવો આયોજિત માઁ ઉમિયાજીના સવાસોમાં પ્રાગ્ટયોત્સવ નિમિતે સૌરાષ્ટ્ર- ગુજરાત અને દેશ-વિદેશથી આવેલા સંખ્યાબંધ ભાવિકોએ આજે સહસ્ત્ર દીપ આરપીનો લાભ લીધો હતો. જે ગંગાઘાટ જેવા ભાવસભર દ્રાશ્યો સર્જાયા હતા.
આજે મહોત્સવના બીજા દિવસે કૃષિ સંમેલનનું ઉદયાટન રાજપના રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યા બાદ તેઓએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે કોઈપણ સમાજની ઉન્નતિ શિક્ષણ દ્વારા જ થઈ શકે છે. પાટીદાર સમાજના ધર્મોત્સવની સાથે શિક્ષણની જે વિભાવના જોડાયેલી છે તે રાષ્ટ્ર નિર્માશમાં ખુબ જ ઉપયોગી થશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે રાસાયણિક ખાતરનો ખેતીમાં વપરાશ વધતો રહ્યો હોવાથી જમીનની ફળદ્રુપતા ઉપર વિપરીત અસર થઈ છે.
વેશુનદીનાં કાંઠે ઉમિયાધામ સીદસર ખાતે સહસ્ત્રદીપ આરતી પ્રસંગે ગંગા ઘાટની આરતીના દિવ્ય દર્શનની ઝાંખી થઈ
જમીનના પોષ્ક તત્ત્વોની સાથે અળસીયા નાશ પામી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા નાશ પામે તેની સાથે અનાજ-કઠોળમાંથી સત્વો પટતાં જાય છે. આ સંજોગોમાં પ્રાકૃતિક ખેતીને આપણે પ્રોત્સાહન આપવું પડશે. પ્રાકૃતિક આહારને પ્રાધાન્ય મળશે તોજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે.
આજે જુદા-જુદા સંમેલનમાં સાંસદ પરસોત્તમ રૂપાલા અને કૃપિ મંત્રી રાવજી પટેલે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના હતી. અગ્રણીઓ ખેડૂતો સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના પરિવારજનો હાજર રહ્યા હતા. મહોત્સવના પ્રથમ દિવસે રૂા.૪૪ કરોડનું દાન દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન અનેક શ્રધ્ધાળુ ભાવિકોએ ધર્મોત્સવના કાર્યક્રમોનો લાભ લીધો હતો.