ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાંની મબલખ આવકઃ ૫૦ હજાર ભારી ઠલવાઈ

Short Description :
ખેડૂતોને મરચાનાં ૨૦ કિલોનો ભાવ રૂ.૧૫૦૦થી ૩૦૦૦ સુધી મળ્યા હતા.
Select Priority :
Slider

ગોંડલ માર્કેટયાર્ડમાં જેના માટે ગોંડલ પંથક પ્રખ્યાત છે તેવા મરચાની મબલખ આવક થતા યાર્ડ દ્વારા હાલ તુરંત આવક બંધ કરાઇ છે. માર્કેટયાર્ડમાં મરચાની અંદાજે ૫૦ હજાર ભારીની આવક થઈ છે. યાર્ડનાં ગેઈટની બન્ને બાજુ મરચા ભરેલા વાહનોની અંદાજે ચારથી પાંચ કિ.મી. લાંબી કતારો જામી હતી.
 
ખેડૂતોને મરચાનાં ૨૦ કિલોનો ભાવ રૂ.૧૫૦૦થી ૩૦૦૦ સુધી મળ્યા હતા. સાનિયા, રેવા, રેશમપટ્ટો તથા ઘોલર મરચાની મુખ્યત્વે આવક થઈ છે. રેશમપટ્ટો ગોંડલીયા મરચા તરીકે જાણીતુ છે. ગૃહિણીઓ બારોમાસ ભરવા માટે આ મરચાની પસંદર્ગી કરેછે, જ્યારે અથાણાં માટે ખાસ કરીને ઘોલર મરચાની વધું પસંદગી કરાય છે. યાર્ડમાં મરચાની ખરીદી માટે કર્ણાટક, આંધ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશથી વેપારીઓ ગોંડલ આવેછે. ગુજરાતમાં ગોંડલ માર્કેટ યાર્ડ મોટુ પીઠું ગણાય છે.
Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates