મહારાષ્ટ્ર સરકારે ગૌમાતાને સન્માન આપ્યું, ગુજરાતમાં ઉદાસીનતા

Short Description :
ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવા, પશુ દીઠ સબસિડી વધારવા માગણી
Select Priority :
Slider

મહારાષ્ટ્રમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે ગત સપ્ટેમ્બર માસમાં દેશી ગાયને રાજ્ય માતાનો દરજો આપવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો હતો. ગુજરાત જીવદયાપ્રેમી છે અને ગાય એ અનેક રીતે સમૃધ્ધિનું,ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે અને તેની રક્ષા અને સંવર્ધન મનુષ્ય જાતિ સહિત સમગ્ર પર્યાવરણ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અનિવાર્ય છે છતાં ગુજરાતમાં ગાયને હજુ રાજ્યમાતા જાહેર કરવાનું પગલું પણ લેવાયું નથી ત્યારે ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકોએ વધુ એકવાર ગાયને રાજ્યમાતા જાહેર કરવા સરકારને રજૂઆત કરી છે અને ગૌરક્ષા માટે પાંજરાપોળને અપાતી નજીવી સબસિડી વધારીને કમસેકમ પશુદીઠ રૂ।.૧૦૦ કરવાની માંગણી પણ કરાઈ છે.

વધુ એક રજૂઆત રાજ્યના કૃષિમંત્રીને કરાઈ, ગૌપ્રેમી,જીવદયા પ્રેમી,સંતો, માલધારી આગેવાનો તથા અનેક સંસ્થાઓની માગણી છતાં સરકારની સુસ્તી 

આ માંગણી પ્રથમવાર નથી પરંતુ, અનેક સંતો મહંતીએ, જીવદયાપ્રેમીઓએ, ગૌ ભક્તોએ, માલધારી આગેવાનોએ વારંવાર કરી છે અને છતાં આશ્ચર્યજનક રીતે તે ધ્યાને લેવાતી નથી. ગાયની રક્ષામાં કોઈ સમાજ કે સંપ્રદાયનું નહીં પણ સમસ્ત માનવી અને પ્રકૃતિનું રક્ષણ રહેલું છે. કેન્સરકારક રસાયણોથી થતી ખેતીની જગ્યાએ મોર્ગેનિક ખેતીથી માંડીને સંપૂર્ણ નિર્દોષ આહાર કહેવાતા શુખ દૂધના ઉત્પાદન માટે અને ગૌમૂત્રથી અમૂલ્ય ઔષયિ બનાવવાથી માંડીને ઓર્ગેનિક ધૂપબત્તી માટે ગાય દરેક રીતે 1 ઉપયોગી છે અને છતાં રાજ્ય સરકાર હજુ તેને રાજ્યમાતાનો દરજ્જો આપતી નથી.

રાજકોટમાં ગત એક દાયકામાં આશરે એક લાખ ગૌમાતાને શહેરની બહાર હદપાર કરીને પાંજરાપોળ, ગૌશાળામાં ધકેલી દેવાઈ છે. આ રીતે રાજ્યમાં ગાયોની સંખ્યા ઘટી રહી છે, ગીર ગાયનું ગણાવીને વેચાતું થી રૂ।.૧૮૦૦થી રૂ।.૨૪૦૦ના કિલો લેખે વેચાય છે અને લોકોમાં તેની માંગ પણ છે. આયુર્વેદ ગાયના દૂધ, થી ઉપર ભાર મુકે છે અને આવી અનેક વાસ્તવિકતાઓ વચ્ચે પણ ગાયની રક્ષા અને સંવર્ધન માટે કોઈ નક્કર પગલા લેવાતા નથી. હવે [ રાજ્યના કૃષિ મંત્રી અને પર્યાવરણ મંત્રીને વધુ એક વાર રજૂસ્માત કરાઈ છે ત્યારે તે માત્ર ખાત્રી આપે છે કે કોઈ કાર્યવાહી કરાવે છે તેના પર નજર રહે છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates