સુરતમાં ૧.૨૭ લાખ ખેડૂતોની ફાર્મર આઈ.ડી માટે ૬૦ ટકા રજીસ્ટ્રેશન

Short Description :
કિસાન હપ્તો લેનાર ખેડૂતો માટે ફાર્મર આઈ.ડી ફરજિયાત
Select Priority :
Slider

સુરત જિલ્લામાંથી નોંધાયેલા ૧.૨૭ લાખ ખેડુતોમાંથી ૩૨ હજાર જેટલા ખેડુતો વિદેશમાં સ્થાયી થયા છે. આ ખેડુતોના સંબંધીઓએ ફોર્મર રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન લીંક મોકલી હોવાછતા એન.આર.આઈ ઈદ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોવાથી આજની તારીખે ૪૦ ટકા જેટલા ફોર્મરોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન બાકી બોલે છે.

બાકી રહેલા ૪૦ ટકા ખેડૂતોનો વિદેશમાં વસવાટ : કિસાન હપ્તો લેનાર ખેડૂતો માટે ફાર્મર આઈ.ડી ફરજિયાત

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ આગામી દિવસોમાં ૧૯ હપ્તો મળનાર છે. ત્યારે આ યોજનાનો લાભ લેતા ખેડુતો માટે ફાર્મર આઈ.ડી ફરજિયાત કરાઈ છે. અને ૧.૧.૨૦૨૫ થી ફાર્મર ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લાના નવ તાલુકામાં નોંધાયેલા ૧.૨૫ લાખથી વધુ ખેડુતોમાંથી હજુ પણ ૪૦ ટકા ખેડુતોએ ઓનલાઈન ફાર્મર આઈ.ડીનું રજિસ્ટ્રેશન બાકી બોલે છે.

આ ૪૦ ટકા ખેડુતોમાં સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા, ચોર્યાસી સહિતના તાલુકાઓના વિદેશમાં સ્થાયી થયેલા ખેડુતોની બાકી બોલે છે. સુત્રોના જણાવ્યા મુજબ આ વિદેશમાં સ્થાયી થયેલા ખેડુતોને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે | સંબંધીઓ દ્વારા કેન્દ્ર સરકારની લીંક મોકલવામાં આવી હતી. તેમછતા હાલમાં જે ૪૦ ટકા ખેડુતોનુ ફાર્મર આઈ.ડી બનાવવા માટે જે ઓનલાઇન રજિસ્ટ્રેશન બાકી છે. તેમાંથી મોટાભાગના વિદેશમાં સ્થાયી થયેલા ખેડુતોની હોવાનું જાણવા મળ્યુ છે. જયારે સુરત જિલ્લામાં રહેતા મોટાભાગના ખેડુતોએ ફાર્મર આઈ.ડી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દીધુ છે. અને આથી આગામી દિવસોમાં ૧૯ માં હપ્તામાં બે હજાર રૂપિયા આવશે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates