વડોદરા: ખેડૂતોની ચિંતા વધી, શિયાળુ પાક પર મોટો ખતરો
Short Description :
છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો
Select Priority :
Slider
વડોદરા જિલ્લાના એકાએક હવામાનમાં પલટો આવતાં ખેડૂતો માટે ચિંતા વધી છે.આગામી દિવસોમાં વરસાદ આવે તો ખેતીના પાકને મોટું નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. અતિવૃષ્ટિનો માર પડ્યા બાદ હવે હવામાન બદલાતાં કપાસ, તુવેર, ઘંઉં, ચણા જેવા પાકને નુકસાન થશે
વડોદરા જિલ્લા ઉપરાંત ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધુમ્મસની સાથેસાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને વરસાદની પણ શક્યતા જોવાઈ રહી છે.
જો આ પ્રકારનું વાતાવરણ લાંબો સમય ચાલશે અને વરસાદ પડશે તો આગામી દિવસોમાં ખેડૂતોની ચિંતા વધશે.જેન કારણે ઘંઉં, તુવેર, ચણા, કપાસ અને બટાકા સહિતના પાકોને નુકસાન થશે. હજી વડોદરા જિલ્લામાં અતિવૃષ્ટિના મારથી માંડ ખેડૂતો બેઠા થયા છે અને તેમને થયેલા નુકસાન કરતાં ખૂબ જ ઓછું વળતર મળ્યું છે ત્યાં નવી આફત આવતાં તેઓ ચિંતીત બન્યા છે.
Share :