ખેતરમાં કપાસના પાકની આડમાં વવાયેલા ગાંજાના ૨૨ છોડ ઝડપાયા

Short Description :
લાઠી તાલુકાના કરકોલીયા ગામથી
Select Priority :
Slider

અમરેલી, લાઠી તાલુકાના કરકોલીયા ગામની સીમ વિસ્તારના ખેતરમાં કપાસના પાકની આડમાં વાવેતર કરેલ લીલા ગાંજો કી.રૂા.૧.૮૦લાખના મુદ્દામાલ સાથે ખેડૂતને ઝડપી લેવામાં આવેલ હતો.

૧.૮૦ લાખના ૧૮ કિલો લીલા ગાંજાના છોડ સાથે વૃધ્ધ ખેડૂતની અટકાયત

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એસ.ઓ.જી. ટીમના પો.ઈ. આર.ડી. ચૌધરીની ટીમ લાઠી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે અમરેલી જિલ્લાનાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના કરકોલીયા ગામ ખાતે આવેલ ચારકોસીયા સીમની બાજુમાં આવેલ ભુપતભાઈ ઉર્ફે ભોપલાભાઈ કાનાભાઈ ડેરની વાડી ખેતરમાં ગેરકાયદા માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે. બાતમીના આધારે રેઇડ કરતા લીલા

ગાંજાના છોડના જથ્થા સાથે ભુપતભાઈ ઉર્ફે ભોપલાભાઈ કાનાભાઈ ડેર, (ઉ.વ.૬૫) નામના ખેડૂતને લીલા ગાંજાના છોડ નંગ આશરે ૨૨ જેનુ કુલ વજન- १८.०२६ કિ.ગ્રા કિ.રૂા.૧,૮૦,૨૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ લીલીયા પોલીસ હવાલે કરવામાં આવેલ હતો.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates