ઊંઝા યાર્ડની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપના જ ત્રણ જૂથો વચ્ચે ખેંચતાણ

Short Description :
અતિસમૃદ્ધ APMC પર કબજો જમાવવા પડાપડી
Select Priority :
Slider

ગુજરાતની સૌથી વધુ સમૃદ્ધ ગણાતી ઊંઝા એપીએમસી પર કબજો જમાવવા માટે ભાજપના જ બેથી ત્રણ ગ્રુપમાં પડાપડી થઈ છે. વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી ૧૪ ઉમેદવારોની જગ્યા માટે આજે ઉમેદવારી પત્રક પાછા ખેંચાયા ત્યારે ૩૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. તેમાંથી ખેડૂત પ્રતિનિધિ તરીકેની ૧૦ જગ્યા માટે ૨૦ ઉમેદવાર અને વેપારીઓના ચાર પ્રતિનિધિની જગ્યા માટે ૧૯ ઉમેદવારોએ મોદાનમાં ઉતર્યા છે. ચૂંટણી સમરસ નહિ થાય તો આગામી ૧૬મી ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

ઉમેદવારી પાછી ખેંચવાની મુદત પૂરી થઈ ત્યારે ખેડૂતોની ૧૦ બેઠક માટે ૨૦ ઉમેદવાર અને વેપારીઓની ૪ બેઠક માટે ૧૬ ઉમેદવાર મેદાનમાં

આજે સાંજે ઉમેદવારી પત્રક પાછા ખેંગી લેવાની મુદત પૂરી થઈ ત્યારે ૩૯ ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા. તેમાં ખેડૂત તરીકે વેપારીઓના પ્રતિનિષિ તરીકે ૧૨૦મેદવારનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં સામાન્ય રીતે મેન્ડેટ અપાય છે. પરંતુ આ વખતે અત્યારસુધીમાં કોઈજ મેન્ડેટ આપવામાં ત આવ્યો હોવાનું આ ચૂંટણીમાં બિનહરીફ થયેલા દિનેશ પટેલનું કહેવું છે. જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશ રાજગોર અને સાંસદ હરિભાઈ પટેલે આ ચૂંટણીમાં ભાજપના સભ્યોને બિનજરૂરી ફોર્મ ભરવાથી દૂર રહેવા કે ફોર્મ ભર્યા હોય તો પાછા ખેંચી લેવા સમજાવ્યા હતા. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદત પૂરી થઈ તે પહેલા તો ૧૦૦થી વધુ જણાએ ફોર્મ ભર્યા હતા.

ભાજપના બંને નેતાઓએ ચૂંટણી યોજાયા વિના જ સમરસ પદ્ધતિથી ઉમેદવારોની પસંદગી થઈ જાય તે માટેના પ્રયાસોને અત્યાર સુધીમાં સફળતા મળી નથી.

આ ચૂંટણીમાં પછી એપીએમસી પર પોતાનું વર્ચસ્વ વધારવા દિનેશ પટેલ, કીરીટ પટેલ અને નારાણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલ આકાશપાતાળ એક કરી રહ્યા છે. તેમ જ પૂર્વ વાઈસ ચેરમેન અરવિન્દ પટેલ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એપીએમસીના પૂર્વ સચિવ વિષ્ણુ પટેલ પણ ચૂંટણીમાં સક્રિય બની પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્નશીલ છે. જોકે આ તમામ પર ભૂતકાળમાં ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. પરંતુ સંસ્થા મોટી હોવાથી તેઓ તેના પર પકડ જાળવી રાખવા સક્રિય રહ્યા છે.

વેપારીઓના પ્રતિનિધિ તરીકે લડી રહેલા નરેન્દ્ર પટેલ પણ વેપારીઓના સમર્થનથી વિજયી બનવાની આશા રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે જિલ્લા સ્તરના રાજગોર અને સાંસદ હરિભાઈ પટેલે સમરસ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ખેડૂતોને ચૂંટણી સમરસ થાય તેમાં રસ જ નહોતો તેઓ આ વખતે ચૂંટલીથી જ પ્રતિનિયિઓ આવે તે માટે મક્કમ છે. તેથી ચૂંટણી સમરસ થવાની શક્યતા હાલને તબક્કે ઓછી જણાય છે. જોકે આઆ ચૂંટણી લડી રહેલા કિરીટ પટેલનું કહેવું છે કે પક્ષ તરફથી હવે મેન્ડેટ આવશે, તેથી ચૂંટણી સમરસ થવાની / શક્યતાને સાવ જ નકારી શકાય તેમ નથી.

 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates