ફાર્મર રજીસ્ટ્રી કેવી રીતે કરવું? 2000ના હપ્તા માટે ફરજીયાત, સંપુર્ણ જાણકારી જુઓ

Short Description :
પીએમ કિસાન યોજના માટે ફરજિયાત
Select Priority :
Slider

જો તમે પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયા નો હપ્તો મેળવવા માંગતા હો, તો તમારે ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) ફરજિયાત કરાવવી પડશે. આ આઈડી પાછળનું મુખ્ય લક્ષ્ય ખેડૂતોને સરળતાથી ઓળખવાનું અને તેમને સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવાનું છે. આ આર્ટીકલમાં ખેડૂત આઈડીના મુખ્ય ફાયદા, જરૂરી દસ્તાવેજો અને ખેડૂત રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? Step By Step ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તે જાણીશું!

 

farmer registry ના મુખ્ય ફાયદા

  • સરકારી યોજનાઓનો લાભ: ખેડૂત આઈડી હોવાથી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેવી અનેક સરકારી યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે છે.
  • કિસાન ક્રેડિટ કાર્ડ: ખેડૂત આઈડી દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બને છે, જે ખેડૂતોને કૃષિ કામકાજ માટે સરળતાથી લોન મેળવવામાં મદદ કરે છે.
  • ફસલ વીમા: ફસલ વીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂત આઈડી જરૂરી છે.
  • બજાર સુવિધાઓ: ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ધરાવતા ખેડૂતોને ઈ-નામ જેવી ઓનલાઈન માર્કેટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે.
  • સરકારી સેવાઓ: ખેડૂત આઈડી દ્વારા ખેડૂતો સરકારી સેવાઓ જેવી કે જમીન નોંધણી, પાણીની સિંચાઈ વગેરે માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
  • ડેટાનું સંગ્રહ: ખેડૂત આઈડી દ્વારા ખેડૂતોનો ડેટા સંગ્રહ કરવામાં આવે છે, જેનાથી સરકારને ખેતીની સ્થિતિ અને ખેડૂતોની જરૂરિયાતોને સમજવામાં મદદ મળે છે.

farmer registry gujarat માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • જમીનના દસ્તાવેજો (7/12 અને 8-અ)
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતુંની વિગતો

farmer registry કેવી રીતે કરવું?

  1. પ્રથમ પગલું
  • તમારા મોબાઇલ અથવા લેપટોપ/પીસી પર ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો.
  • સર્ચ બોક્સમાં “farmer registry gujarat” લખો.
  • gjfr.agrystack.gov.in વેબસાઈટ પર ક્લિક કરો, જે એગ્રીસેટેક પોર્ટલ ખોલશે.
  1. એકાઉન્ટ ક્રિએટ કરવું
  • પોર્ટલ ખોલ્યા પછી, “ફાર્મર” વિકલ્પ પસંદ કરો અને “Create New User Account” પર ક્લિક કરો.
  • અહીં તમારા આધાર કાર્ડનો નંબર દાખલ કરો અને ડિક્લેરેશન વાંચી “Submit” બટન પર ક્લિક કરો.
  1. આધાર ઓટીમેટિક ડેટા એન્ટ્રી
  • આધાર વેરિફિકેશન માટે OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરીને વેરીફાય પર ક્લિક કરો.
  • આધાર કાર્ડની માહિતી પોર્ટલ પર ઓટોમેટિક આવી જશે, જેમ કે તમારું નામ, જન્મતારીખ, સરનામું, વગેરે.
  1. મોબાઈલ નંબર વેરીફીકેશન
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરીને OTP મળવાનો છે. આ OTP દાખલ કરો અને વેરીફાય કરો.
  1. પાસવર્ડ સેટ કરવો
  • એક સિક્યોર પાસવર્ડ પસંદ કરો. (8 અંકો સાથે, જેમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર અને સ્પેશિયલ કૅરેક્ટર હોવા જોઈએ).
  1. લોગિન કરવું
  • એકાઉન્ટ બનાવ્યા પછી, લોગિન માટે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  • CAPTCHA કોડ દાખલ કરીને લોગિન કરો.
  1. ફાર્મરનું પર્સનલ ડેટા ભરવું
  • તમારું નામ, જેન્ડર, પિતા/પતિનું નામ, ઇમેલ, પાન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અને બેંક ડિટેલ્સ દાખલ કરો.
  • જો તમે વિકલાંગ ખેડૂત છો, તો તે માહિતી પણ આપવી પડશે.
  1. જમીનનો વિગત ભરવો
  • તમારી જમીનનો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર દાખલ કરો.
  • “Fetch Land Details” પર ક્લિક કરીને ખાતેદારનું નામ અને અન્ય વિગત આપો.
  1. રેશન કાર્ડ અને એપ્રુવલ
  • રેશન કાર્ડ નંબર, મેમ્બર આઈડી, અને એગ્રીકલ્ચર/રેવન્યુ વિભાગ પસંદ કરો.
  • ડિકલેરેશનને એક્સેપ્ટ કરો અને “Save” પર ક્લિક કરો.
  1. ઈ-સાઇન માટે ઓટીપી
  • અંતે, તમારા આધાર કાર્ડના નંબર સાથે ઓટીમેટિક OTP આપીને “Final Submit” પર ક્લિક કરો.
  1. રજીસ્ટ્રેશન પૂર્ણ
  • તમારી નોંધણી સફળ થશે અને તમને એક ID નંબર આપશે, જે તમારે સાચવી રાખવાનું રહેશે.

આ રીતે, તમે પોતે જ farmer registry gujarat કરી શકો છો, અથવા તમારા નિકટમ ગ્રામ પંચાયતના V.C. ઓપરેટર પાસે જઈને પણ રજીસ્ટ્રી કરાવી શકો છો.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates