મીઠાના જંગી ઉત્પાદનના લીધે ભાવ ગગડ્યા, મીઠુ પકવતા 15 હજાર પરિવારની હાલત કફોડી

Short Description :
ગત વર્ષે મીઠાનો પ્રતિ મેટ્રિક ટન ભાવ રુ. 750 હતો, જે ઘટીને આ વર્ષે રુ. 450 થઇ ગયો
Select Priority :
Slider

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં રાજ્યના કુલ મીઠાના ઉત્પાદનનું ૬૦ ટકાથી વધુ મીઠું પકવવામાં આવે છે અને અનેક પરિવારો મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ ચાલુવર્ષે મીઠાનું જંગી ઉત્પાદન થતા મીઠાના ભાવમાં ઘટાડો જોવા મળતા અગરીયાઓ તેમજ વેપારીઓ બન્નેમાંથી એકપણને પુરા ભાવ ન મળતા મીઠા ઉદ્યોગ હાલ મંદીના વમળમાં ફસાયો છે અને અગરીયાઓ સરકાર દ્વારા આ અંગે યોગ્ય ભાવ મળી રહે તે માટે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે.

આ અંગે મળતી માહિતી મુજબ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડીના ખારાઘોડા તેમજ પ્રાંગધ્રાના કુડા રણ વિસ્તારમાં વર્ષોથી અનેક અગરીયાઓ તનતોડ મહેનત કરી મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાં અંદાજે ૧૫૦૦૦થી વધુ પરિવારો રાત-દિવસ કાળી મજુરી કરી સફેદ મીઠાનું ઉત્પાદન કરે છે. પરંતુ ચાલુ વર્ષે મીઠાના પુરતા ભાવ ન મળતા અગરીયાઓ તેમજ વેપારીઓ બન્નેની હાલત કફોડી બની છે. જીલ્લાના ખારાઘોડા, કુડા, -પ્રાંગધ્રાના રણ વિસ્તારમાં મોટાપ્રમાણમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે તેમાં ચાલુ વર્ષે અંદાજે ૨૦ લાખ મેટ્રીક ટન કરતા પણ વધુ મીઠાનું ઉત્પાદન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ગત વર્ષે પણ મોટાપ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થયું હતું આમ સતત બે વર્ષથી મીઠાનું જંગી ઉત્પાદન થયું છે તેની સામે બજારમાં મીઠાની માંગ જોઈએ તેવી ન રહેતા ભાવમાં ઘટાડો આવ્યો છે.

મીઠાં ઉદ્યોગ ભંયકર મંદીમાં સપડાતા કાળી મજુરી કરતા અગરિયાઓનું અસ્તિત્વ ટકાવવુ મુશ્કેલ

ગત વર્ષે એક મેટ્રીક ટન મીઠાનો ભાવ અંદાજે રૂા.૫૫૦ થી લઈ રૂા.૭૦૦ સુધીનો હતો પરંતુ ચાલુ વર્ષે આ ભાવ ઘટીને હાલ રૂ. ૪૦૦ થી ૪૫૦ સુધીનો જોવા મળી રહ્યો છે. આમ મીઠાના ભાવમાં અંદાજે રૂા.૨૦૦ થી ૨૫૦નો ઘટાડો જોવા મળતા મીઠા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જે મામલે અગરીયાઓ અને સ્થાનીક આગેવાન હીંગોરભાઈ રબારી સહિતનાઓના જણાવ્યા મુજબ મીઠામાં ભાવ વધારા પાછળ સરકારની અગરીયાઓ માટેની નિતિ, જંગી ઉત્પાદન, વૈશ્વિક બજારમાં મીઠાની ઓછી માંગ, રણમાં અગરીયાઓ માટે પ્રવેશબંધીના કડક નિયમો વગેરે બાબતો જવાબદાર હોવાનું જણાવ્યું હતું તેમજ સરકારની અગરીયાઓ માટેની સેટલમેન્ટની યોજનાના નિયમો અંતર્ગત કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણ્યમાં અગરીયાઓને મીઠાના ઉત્પાદન માટે પ્રવેશ પર પ્રતિબંધ કરમાવતો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

મીઠાના ઉત્પાદનમાં સરકારની નિતી પણ અન્યાયી, પોષણક્ષમ ભાવો આપવાની માગ

જેના કારણે વર્ષોથી કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓ રણમાં ન જઈ શકતા તેમની હાલત કફોડી બની છે આથી રણમાં અગરીયાઓના પ્રવેશ પર પ્રતિબંધના નિયમો હળવા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. સરકાર દ્વારા અગરીવાઓના હિતને ધ્યાને લઈ નકર કાર્યવાહી કરવામાં નહિં આવે તો સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીનો મીઠા ઉદ્યોગ જે અનેક પરિવારો રોજીરોટી પુરી પાડે છે તે નામશેષ થઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે બીજી બાજુ મીઠાનું જંગી ઉત્પાદન થતા બહારના રાજયોમાં મીઠાની નિકાસ પણ થતી નથી.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates