ગુજરાતઃ અતિવૃષ્ટિ અંગે રાજ્ય સરકારે કૃષિ સહાય રાહત પેકેજની કરી જાહેરાત
Short Description :
રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.૩૨ર.૩૩ કરોડની રકમ ચૂકવવામાં આવશે.
Select Priority :
Top5
ઓગષ્ટ-ર૦ર૪માં થયેલ ભારે વરસાદના પરિણામે પાક નુકશાન થયેલ હતું. જે સંદર્ભે ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે છે. આ પેકેજ દ્વારા સરકારશ્રીઍ કુલ રૂ.૧૪૧૯.૬૨ કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારશ્રીઍ પોતાના ભંડોળમાંથી નુકશાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કરેલ છે.
ઓગષ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર ઍમ ર૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના કુલઃ૬૮૧૨ ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના ૭ લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લીધેલા છે. આ રાહત પેકેજના કુલઃ૧૪૧૯.૬૨ કરોડ પૈકી રૂ.૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.૩૨ર.૩૩ કરોડની રકમ ચૂકવવામાં આવશે.

જમીન ધોવાણ સંદર્ભે સર્વે કરી સહાય ચૂકવાશે
કૃષિ મંત્રી રાઘવજી પટેલએ કહ્યું કે, ગુજરાત સરકારે ભારે વરસાદના કારણે થયેલા નુકશાન પર મેમોરેન્ડમ કેન્દ્ર સરકાર ને સોંપ્યો છે. રોડ રસ્તા, કૃષિ સહીત વિવિધ નુકશાની માટે રૂપિયા ૯ હજાર કરોડ ની નુકશાનીનું મેમોરેન્ડમ કેન્દ્ર ને સોંપાયું. ઓક્ટોમ્બર મહિનામાં વરસાદ અંગે પણ સર્વે કરાશે.
સર્વેની કામગીરી બાદ સરકાર સહાય ચૂકવશે.
આ ઉપરાંત ઓક્ટોમ્બર મહિનામાં વરસાદ થયેલ નુકશાની અંગે પણ સહાય ચૂકવાશે. રાજ્ય સરકારે ઓક્ટોમ્બર મહિનામાં થયેલ નુકશાની ની સહાય ચુકવવાનો પણ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.
33 ટકા કરતા વધુ 8 લાખ 82 હજાર હેકટર વિસ્તારમાં નુકશાની થઈ જોવાનું અનુમાન.
ખેડૂતો ને નુકશાની ની સહાય ચૂકવવા ઓગસ્ટ માં અતિવૃષ્ટિ ની સહાય ચૂકવવા નીર્ણય થયો છે. સપ્ટેમ્બરમાં નુકશાની બાબતે કેન્દ્ર ને મેમોરેન્ડમ મોકલ્યું છે
Share :