માલધારીના વાડામાં સિંહો ત્રાટકતાં હુમલો અને ડરથી ૩ર ઘેટાં બકરાના મોત

Short Description :
બગસરાનાં સાપર ગામે વહેલી સવારે બનાવ
Select Priority :
Slider

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યપ્રાણીઓ જંગલ છોડીને વારંવાર રેવન્યુ વિસ્તારના ગામ્ય પંથકમાં શિકારની શોધમાં આવી ચડે છે. બગસરા નજીકના સાપર ગામે વહેલી સવારે વિકલાંગ માલધારીના પેટા બકરાનાં વાડામાં વનરાજો ત્રાટકતા હુમલો અને ડરથી ડઘાઈ જઈને ૩૨ ઘેટાં-બકરાંના મોત નીપજયા છે. બનાવની વધુ વિગત મુજબ સાપર ગામમાં વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ભરવાડ માલધારી સોમાભાઈ પાંચાભાઈ શિયાળના વાડામાં લપાતા પગલે સિંહો ઘૂસ્યા હતા.

આ માલયારી વિક્લાંગ હોવાથી બૂમ બરાડા પાડી સિંહોને ભગાડવા પ્રયાસ કર્યો હતો પરંતુ શિકાર માટે આવેલા વન્યપ્રાણીઓએ છલાંગો મારી ઘેટા-બકરાના ટોળા પર ત્રાટકતા ભારે શોર બકોર મચી ગયો હતો. આ વખતે કેટલાય ઘેટા ડરના માર્યા મોતને ભેટયા હતા. વાડામાં કુલ ૪૨ ઘેટા બકરા હતા. તેમાંથી આશરે ૩૨ ઘેટા-બકરા ડરથી અને હુમલાથી મોતને ઘાટ ઉતરી ગયા હતા. આ હુમલામાં ૧૦ ઘેટા-બકરા ઈજાગ્રસ્ત થયા હતા.

આ બનાવ ભનતા વિકલાંગ માલધારી ખૂબજ હતપ્રભ બની ગયા હતા. આગેવાનોએ વનતંત્રને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યાહતા, તેમજ મોતને ઘાટઉતરી ગયેલા પેટાં બકરાંઓને બનાવના સ્થળેથી દૂર હટાવવાની કામગીરી કરી હતી.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates