રાજકોટ જિલ્લામાં માવઠાથી મગ, તલ, બાગાયતી પાકોને ભારે નુકસાન

Short Description :
ગુજરાત કિસાન સભાએ દાખવી ચિંતા
Select Priority :
Slider

ઉપલેટા પંથક સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદના કારણે કૃષિ અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. આથી અહી ગુજરાત કિસાન સભાએ બેઠક યોજી નુકસાન અંગે સમીક્ષા કરી હતી.આ સભાએ કૃષિ મંત્રીને પત્ર પાઠવી તાકિદે નુકસાન સર્વે કરવા અને ખેડૂતોને નુકસાન વળતર આપવા માગણી કરી છે.

ઉપલેટા ખાતે બેઠકમાં ગુજરાત કિસાન સભાએ દાખવેલી ચિંતા

ભરઉનાળે સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બથી વાતાવરણમાં આવેલ પલટાથી ચોમાસા જેવા વાતાવરણ સર્જયા અને ભારે ભવનો સાથે કરા અને ધોધમાર વરસાદ પડ્યો તેનાથી ખેડૂતોએ મોટી આશાએ કરેલ ઉનાળુ ખેતીના વાવેતર માં બાજરી, મગ ,તલ, ઘાસચારા અને ડુંગળીના પાકોને ભારે નુકસાન થયું છે ભારે ભવનો સાથે આવેલા વરસાદથી બાગાયતીકેળા, પપૈયા અને કેરીના પાકો તેમજ ફળાવ કાચા ફળો પડી ગયા છે. અને ઝાડ ભાંગી પાક નિષ્ફળ થયા છે. આ કમોસમી વાવઠા ના વરસાદથી ખેડૂતોને ખેતીમાં કરોડો રૂપિયાની નુકસાની થયેલ છે .ખેડૂતોને થયેલી નુકસાની અંગે ગુજરાત કિસાન સભા ની રાજકોટ જિલ્લા સમિતિની બેઠક મળી હતી.

આ બેઠકમાતાલુકાઓમાં સતત ત્રણથી ચાર દિવસ સુધી પડેલા વરસાદ અને સાથે ભારે ભવનો અને કરાથી ખેતીના પાકો બળી ગયા છે અને નિષ્ફળ થયા છે.જેની સમીક્ષા કરવામાં આવી હતી. આ નિષ્ફળ થયેલ પાકોનું તાત્કાલિક સર્વે કરવા અને ખેતીના પાકો ની નુકસાનીની સહાય આપવા કૃષિ મંત્રીને પત્ર લખી માંગ કરેલી છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates