સાવરકુંડલા અને લીલિયા પંથકમાં સૌની યોજનાના પાણીથી ખેડૂતો વંચિત

Short Description :
50 ગામના ખેડૂતોને સૌની યોજનામાં સમાવી પાણી આપવાની માંગણી
Select Priority :
Slider

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને તાલુકાના ડેમમાં સૌની યોજના થકી પાણી પહોંચી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને ઘણા અંશે રાહત મળી છે.જોકે, સાવરકુંડલા તાલુકામાં ૫૦ ગામોને ખેતીના પિયત માટે સૌની યોજના હજુ સુધી આવી નથી. સ્થાનિક ખેડૂતો રાજય સરકાર સુધી છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી રજૂઆતો કરી રહ્યા છે પરંતુ ફૂજુ કોઈ પરિણામે મળ્યું નથી.

સાવરકુંડલા તાલુકામાં શેલદેદુમલ ડેમમાં પાણી હોવા છતા ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી

સાવરકુંડલા-લીલીયા તાલુકાના, મોટાભાગના લોકો ખેતી પર આધારિત છે. ખેડૂતો માટે સૌની યોજના કલ્યાણકારી સાબિત થઈ શકે છે, પરંતુ અનેક ગામોમાં ખેડૂતો વર્ષોથી આ યોજનાની રાહ જોઈ રહ્યા છે. સિંચાઈ માટે બોરવેલ અને કુવા પર નિર્ભર રહેવાની ફરજ પડે છે.સાવરકુંડલાના હાથસણી ગામ પાસે શેલદેદુમલ ડેમ સાવરકુંડલા પંથક નો વિસ્તારનો સૌથી મોટો ડેમ છે

પરંત સૌની યોજનાનું પાણી ખેડૂતોને મળતું નથી.લીલીયા વિસ્તાર ખારાપાટ હોવાથી અહીં કેનાલ કે અન્ય કોઈસીંચાઈનો ોત નથી પરિણામે ખેડૂતો માત્ર ચોમાસુ સિઝનમાં જ ખેતી કરી શકે છે.અહીં સૌની યોજનાનો લાભ મળે તો અનેક ખેડૂતોને ફાયદો થશે .તાલુકાના ૫૦ ગામના ખેડૂત ો સિંચાઈ માટે શેલદેદુમલ ડેમમાંથી સૌની યોજનાનું પાણી આપે એવી માગ ઉઠી છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates