નોર્મલથી સર્વાધિક વરસાદ સૌરાષ્ટ્રમાં, ચોમાસું અરબી સમુદ્રમાં આગળ વધ્યું
ગત વર્ષે ચોમાસામાં સૌરાષ્ટ્રમાં સર્વાધિક વરસાદ વરસ્યો હતો ત્યારે આ સિલસિલો આ વર્ષે જારી રહેવાના અણસાર છે. ગત અહીં માસમાં ઉનાળામાં ખાસ કરીને મે માસમાં દેશમાં વ્યાપક કમોસમી વરસાદ થયો છે તેમાં દેશના કૂલ ૩૯ વિભાગોમાંથી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નોર્મલ કરતા ૨૫ ગણો વધારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ નૈઋત્યનું ચોમાસુ આજે અરબી સમુદ્રમાં આગળ વધ્યું હતું. આમ, દેશમાં એક તરફ નિયમિત ચોમાસુ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત સહિત મોટાભાગના સ્થળોએ મોસમી ચોમાસુ વિક્રમજનક વરસાદ વરસાવી રહ્યું છે .
ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન જારી, ચાર દિવસ છૂટાછવાયા વરસાદની સાથે ગરમીમાં વધારો થવા આગાહી
મૌસમ વિભાગના રિપોર્ટ અનુસાર તા.૧ માર્ચથી તા.૧૫ મે સુધીના સમયમાં | સૌરાષ્ટ્ર-કચ્છમાં નોર્મલી સરેરાશ માત્ર ૧.૫ મિ.મિ.વરસાદ વરસતો હોય છે તે સામે આ વર્ષે ૩૯ મિ.મિ. એટલે કે આશરે ૨૫ ગણો વધારે વરસાદ થયો છે. બીજા નંબરે બાકીના ગુજરાતમાં નોર્મલ ૨.૪ મિ.મિ.સામે ૩૭ મિ.મિ. એટલે કે ૧૪થી ૧૫ ગણો વધુ અને ત્યારબાદ ગોવામાં પણ ૬૬ મિ.મિ. સાથે નોર્મલથી ૯ ગણો વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના પગલે મે માસમાં ગુજરાતમાં હીટવેવ આવ્યો નથી.
કમોસમી ચોમાસામાં દેશના ૬૦ટકા વિસ્તારમાં વધારે અને ખૂબ વધારે વરસાદ જ્યારે ૨૩ ટકા વિસ્તારોમાં નોર્મલ અને માત્ર ૧૭ટકામાં નોર્મલથી ઓછો વરસાદ છે. મૌસમ વિભાગતા. ૨૭ જૂન આસપાસ કેરલમાં ચોમાસુ બેસવાની જાહેરાત કરી છે ત્યારે વરસાદનું વલણ પોષમાર વરસવાનું રહેવા સંભવ છે.
આંદામાન નિકોબાર ટાપુઓમાં નોર્મલ કરતા આઠ-નવ દિવસ વહેલું પ્રવેશેલું ચોમાસુ આજે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, માલદિવ્ઝ વગેરે વિસ્તારમાં આગળ વધ્યું હતું અને હજુ તે સમગ્ર આંદામાન દરિયામાં છવાઈને બંગાળની ખાડીમાં આગળ વધે તેવા સાનુકૂળ સંજોગો છે. આજે દક્ષિણ ગુજરાત ઉપર હવાનું
સાયક્લોનિક સર્ક્યુલેશન જારી રહ્યું હતું તેમજ દેશના અન્ય સ્થળોએ પણ કમોસમી વરસાદની સીસ્ટમ જારી છે. ગુજરાતમાં આવતીકાલથી કોઈ એલર્ટ જારી કરાયું નથી પરંતુ, આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, સોમનાથ, બોટાદ, દિવ તેમજ દક્ષિણ ગુજરાતમના વડોદરા, સુરત, ભરુચ, વલસાડ વગેરે જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.