રાજકોટ યાર્ડ 6 દિવસ બાદ આજથી ફરી શરુ કરવા નિર્ણય
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં જે.કે.ટ્રેડીંગ નામની પેઢીએ યાર્ડના ૧૪૬ જેટલા કમિશન એજન્ટ વેપારીઓના રૂ।.૧૭ કરોડ ઓળવી જતા તે અન્વયે છ દિવસથી વેપારીઓ કામકાજથી અળગા રહેતા અઘોષિત હડતાળ છ દિવસથી હતી જે અંગે હવે નાણાં ફસાવનાર પેઢી પાસેથી પેમેન્ટ અપાવવાની યાર્ડના ચેરમેને ખાત્રી આપતા આવતીકાલથી યાર્ડનું કામકાજ શરુ કરવા યાર્ડના વેપારી એસો.એ નિર્ણય લીધો છે.
જો કે પડતર માલની હરાજી થશે જ્યારે ખેડૂતોએ નવો માલ મેસેજ અપાયા બાદ જ લાવવાનો રહેશે
વેપારી અગ્રણી અતુલ કામાણીએ જણાવ્યું કે હાલ ફક્ત દુકાને પડેલા માલનું વેચાણ કરવાનો નિર્ણય લેવાયો હોય આજે માત્ર માલની ફેરવાઈ કરવા દેવામાં આવી હતી અને આવતીકાલથી યાર્ડનું કામ રાબેતા મૂજબ શરુ થશે અને પડતર માલની હરાજી કરવામાં આવશે. પરંતુ, નવા કૃષિ માલની આવક યાર્ડ દ્વારા જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે અને ત્યાં સુધી નવી જણસી માટે પ્રવેશ બંધ રહેશે