રાજકોટ માર્કેટ યાર્ડમાં સતત ત્રીજા દિવસે કામકાજ ઠપ્પ
Short Description :
વરસાદી માહૌલ સાથે વેપારીઓના 17 કરોડ ઓળવી જવાતા
Select Priority :
Slider
રાજકોટમાં વર્ષે રૂા.૪ હજાર કરોડથી વધુ રકમના કૃષિ જણસીના સોદા જ્યાં થાય છે તે બેડી માર્કેટ યાર્ડમાં અઘોષિત હડતાળ જારી રહી છે અને આજે સતત ત્રીજા દિવસે હરાજી સહિતની કામગીરી સદંતર બંધ રહી હતી.
કૃષિ પેદાશોના આશરે રૂા.૭૦ કરોડના વ્યવહારો અટકી ગયા, જુના યાર્ડમાં શાકભાજીની હરાજી જારી, ભાવો સ્થિર
એક તરફ વરસાદી મૌસમના કારણે ધોધમાર આવકને બ્રેક લગાવાઈ હતી ત્યાં યાર્ડના ૧૪૫ કમિશન એજન્ટોના રૂ.૧૭ કરોડથી વધુ રકમ એક પેઢી ઓળવીને તેના માલિકો રફુચક્કર થઈ જતા અને આ રકમ પરત અપાવવા હજુ નક્કર કાર્યવાહી નહીં થતા આ સંજોગોમાં યાર્ડના કામકાજ બંધ થયા છે. ભાજપના નેતાઓ કે અસરોએ હજુ યાર્ડના કામકાજો શરુ કરાવવા અસરકારક પ્રયાસો કર્યા નથી. જો કે જુના શાકભાજી યાર્ડના કામ રાબેતામૂજબ ચાલુ છે અને દરેક શાકભાજીની પર્યાપ્ત આવક આવી રહી છે તેમજ ભાવ પણ એકંદરે સ્થિર જળવાઈ રહ્યા છે.
Share :